ખેડાઃ સરકાર દ્વારા બાળકો, કિશોરીઓ અને સગર્ભા તેમજ ધાત્રી મહિલાઓને જરૂરી પોષણ મળી રહે તે માટે પોષણક્ષમ આહારનું આંગણવાડી મારફતે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જે દર મહિને સામાન્ય રીતે આંગણવાડી કેન્દ્ર આપવામાં આવતું હોય છે, પરંતુ હાલ કોરોના વાઇરસના સંક્રમણને લઈને આંગણવાડીની બહેનો દ્વારા ઘરે ઘરે ફરીને લાભાર્થીઓને પહોંચાડવામાં આવી રહ્યું છે.
આંગણવાડી કાર્યકરો દ્વારા આરોગ્યલક્ષી સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોઈ બીમાર જણાય તો તેને તાત્કાલિક સરકારી દવાખાને પહોંચાડાય છે. તેમજ લોકોને કોરોના અંગે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.