ETV Bharat / state

ચિત્રો દ્વારા ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ

આપણે ત્યાં ભક્તિના અનેક રૂપ જોવા મળે છે. ખેડા જિલ્લાના અલીણા ગામના પંકજભાઈ શાહ દ્વારા વર્ષોથી અનોખી કલામય ભક્તિ કરવામાં આવી રહી છે. પોતે વૈષ્ણવ વણિક હોઈ શ્રીનાથજીમાં તેઓ અપાર શ્રદ્ધા ધરાવે છે. જેની અભિવ્યક્તિ તેઓ કલામય રીતે કરે છે. ભગવાનના વિવિધ સ્વરૂપોને તેઓ ચિત્રોમાં તાદ્દશ કરે છે.

ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ
ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ
author img

By

Published : Dec 31, 2020, 7:59 PM IST

  • ચિત્રો દ્વારા ભક્તિની કલામય અભિવ્યક્તિ
  • ઘઉંની સળીમાંથી બનાવે છે આકર્ષક ચિત્રો
  • મિત્રો અને સ્વજનોને આપે છે ચિત્રોની ભેટ

ખેડા: આપણે ત્યાં ભક્તિના અનેક રૂપ જોવા મળે છે. ખેડા જિલ્લાના અલીણા ગામના પંકજભાઈ શાહ દ્વારા વર્ષોથી અનોખી કલામય ભક્તિ કરવામાં આવી રહી છે. પોતે વૈષ્ણવ વણિક હોઈ શ્રીનાથજીમાં તેઓ અપાર શ્રદ્ધા ધરાવે છે. જેની અભિવ્યક્તિ તેઓ કલામય રીતે કરે છે. ભગવાનના વિવિધ સ્વરૂપોને તેઓ ચિત્રોમાં તાદ્દશ કરે છે.

ચિત્રો દ્વારા ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ

ખેડા જિલ્લાના અલીણા ગામના પંકજભાઈ શાહ દ્વારા અનોખી કલાત્મક ભક્તિ કરવામાં આવી રહી છે. તેમના દ્વારા ઘઉંની સળીમાંથી વિવિધ ચિત્રો બનાવવામાં આવે છે. 70 વર્ષની ઉંમરે પણ તેઓ સતત કલાકો બેસી સરસ ચિત્રો બનાવે છે. તેમણે શ્રીનાથજીના વિવિધ સ્વરૂપો, યમુનાજી, રાધેકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગણેશજી, મહાદેવ તેમજ અન્ય દેવી-દેવતાઓના અનેક ચિત્રો બનાવ્યા છે. ઘરે તેમજ દુકાને પોતાને મળેલા સમયનો સદુપયોગ કરી તેઓ ચિત્રો બનાવે છે. તેમના જણાવ્યા મુજબ તેઓ ભગવાનના ચિત્રો બનાવી ભગવાનની ભક્તિ કરે છે. આ રીતે તેમને ભગવાનનું સતત સ્મરણ રહે છે તેમજ ભગવાન સાથે નિકટતા અનુભવાય છે.

ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ
ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ

શોખ અને ભક્તિ ભેગા થતા સર્જાય છે અનોખી અભિવ્યક્તિ

પંકજભાઈને પહેલેથી ચિત્રો દોરવાનો શોખ છે. તેમના શોખ અને ભક્તિ બન્ને ભેગા થયા અને તેની ભક્તિમાં કલાત્મક અભિવ્યક્તનો જન્મ થયો. પંજકભાઈએ જણાવ્યું કે, તેઓ પોતાનો શોખ અને પ્રભુ ભક્તિ માટે જ ચિત્ર બનાવી રહ્યા છે.

ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ
ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ

ઘઉંની સળીમાંથી બનાવે છે ચિત્રો

પંકજભાઈને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા હસ્તગત છે. તેઓ ઘઉંની સળીમાંથી ચિત્રો બનાવે છે. તે માટે સળીના જરૂર પ્રમાણેના નાના ટુકડા બનાવી ફેવિકોલથી ચોંટાડે છે. જે ચિત્ર વર્ષો સુધી ચમકદાર રહે છે.

ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ
ભક્તિની અનોખી કલામય અભિવ્યક્તિ

મિત્રો અને સ્વજનોને ભેટ આપે છે ચિત્રો

પંકજભાઈ પોતે બનાવેલા ચિત્રોને પોતાના સ્વજનો અને મિત્રોને જન્મદિવસ સહિતના વિવિધ પ્રસંગોએ ભેટ આપે છે. તાજેતરમાં જ તેમણે પોતાના મિત્ર નસરૂલ્લા ખાનને મક્કા મદીનાના ગુંબજનું આબેહૂબ ચિત્ર ભેંટ આપ્યું છે. ભક્તિના અનેક સ્વરૂપો જોવા મળે છે. ત્યારે ભક્તિની આ કલાત્મક અભિવ્યક્તિ સમયના સદુપયોગની સાથે પોતાની કળાને ભાવાત્મક રીતે કંડારવાની પ્રેરણા પંકજભાઈને પુરી પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.