ETV Bharat / state

ખેડાના કપડવંજમાં મંદિર નિર્માણ અભિયાન અંતર્ગત બાઈક રેલી યોજાઈ

ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ માટે નગરજનોને આવાહ્ન કરવામાં આવ્યું હતું.

Temple construction campaign
Temple construction campaign
author img

By

Published : Feb 5, 2021, 4:36 PM IST

  • કપડવંજ શહેરમાં બાઈક રેલી યોજાઈ
  • નિધિ સમર્પણ માટે નગરજનોને આવાહ્ન કરાયું
  • રેલીમાં આગેવાનો સહિત નગરજનો જોડાયા
    કપડવંજમાં બાઈક રેલી યોજાઈ

ખેડા: જિલ્લાના કપડવંજ શહેરમાં શુક્રવારે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામના નાદ સાથે રેલી નગરના વિવિધ માર્ગો પર ફરી હતી.

રેલી કપડવંજ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી

અયોધ્યા ખાતે ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટે ખુલ્લા હાથે નિધિ સમર્પણ કરવા બાઈક રેલી યોજી નગરજનોને આવાહ્ન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી મીના બજાર ખાતે આવેલ અંધારિયા વડથી નીકળી હતી. જે કપડવંજ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. બાઈક રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ કપડવંજ પ્રખંડ પ્રમુખ દિલીપભાઈ મિસ્ત્રી, એ.પી.એમ.સી.ચેરમેન નિલેશભાઈ પટેલ, કપડવંજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો, કાર્યકરો,નગરજનો વગેરે જોડાયા હતા.

કપડવંજમાં બાઈક રેલી યોજાઈ
કપડવંજમાં બાઈક રેલી યોજાઈ

15 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમ યોજાશે

ઘરે ઘરે જઈને નિધિ સમર્પણનો કાર્યક્રમ 30 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. જેમાં શ્રી રામ ભગવાનના ભક્તો દરેકના ઘરે જશે અને અભિયાન અંતર્ગત સમાજ દ્વારા નિધિ સમર્પણ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.