જૂનાગઢ: આજે વિશ્વ રંગમંચિત દિવસ છે. વર્ષ 1961માં પ્રથમ વખત રંગભૂમિના કલાકારોને માન સન્માન અને આદર મળે તેમજ પ્રત્યેક કલાકારને ઘડવા પાછળ રંગભૂમિનો ખૂબ મહત્વનો અને પાયાનો ભાગ હોય છે. આવી પ્રતીતિ સૌ કોઈને થાય તે માટે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રંગભૂમિનો ઇતિહાસ 2000 વર્ષ કરતા પણ પૌરાણિક હોવાનું મનાઈ રહ્યું છે. ફિલ્મ ટીવી રેડિયો અને આધુનિક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ જે સફળતા તરફ આગળ વધી રહ્યા છે, તેમાં રંગભૂમિનો સિંહ ફાળો આજે પણ જોવા મળે છે. આજે વિશ્વના અદના કલાકારો તરીકે જેમની ગણના થાય છે તેવા તમામ અદાકારો રંગભૂમિ થકી અભિનયના ક્ષેત્રમાં આગળ વધ્યા અને આજે વિશ્વના નામના પાત્ર કલાકારો બની રહ્યા છે.
Chaitra Navratri 2023: વાઘેશ્વરી મંદિર, જ્યાં નવાબ પણ શીશ નામાવતો
સમાજ સુધારાની ચળવળો રંગભૂમિનું માધ્યમ: આધુનિક સમયમાં પણ સમાજ સુધારાની ચળવળ શરૂ કરવા માટે રંગભૂમિનો સહારો અચૂક પણે લેવો પડે છે. રંગભૂમિ એવું સબળ અને મજબૂત માધ્યમ છે કે, તે સીધું લોકોના માનસપટ પર અસરકારક રીતે કોઈ પણ સંદેશાને પહોંચાડતું હોય છે, ત્યારે સમાજ સુધારાની સાથે સામાજિક ચળવળોને શરૂ રાખવા માટે પણ રંગભૂમિ ખૂબ જ મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે. રંગલો અને રંગલી આ પાત્ર આજે પણ આપણને હસાવી જાય છે. રંગલો અને રંગલી આપણી વચ્ચે રંગમંચના માધ્યમ થકી પહોંચ્યા છે અને આજે પણ રંગલો અને રંગલીનું પાત્ર સૌ કોઈને સમાજ સુધારાની સાથે માનસિક રીતે હળવા કરી શકાય તે પ્રકારનો હાસ્ય પ્રેરિત પ્રસંગો પણ આપણને સમજાવી જાય છે, તેનું માધ્યમ પણ રંગમંચ બની રહ્યું છે.
World Sparrow Day: ચકલી દિવસે જૂનાગઢને મળી નવી સંસ્થા, હવે પર્યાવરણ સહિત ચકલીઓ માટે થશે નવા કામ
આખો વિશ્વ રંગમંચ અને આપણે બધા કઠપૂતળીઓ: વિલિયમ્સ સેક્સપિયર ના મતે સમગ્ર વિશ્વ એક રંગમંચ છે અને આપણે બધા રંગમંચના અદાકાર આ શક્તિ રંગમંચની છે જે આજે પણ જોવા મળે છે કલાના સાશ્વત સ્વરૂપ તરીકે રંગમંચ પ્રત્યેક વ્યક્તિના જીવન ની દરેક નાની વિગતો થી લઈને જીવન દરમ્યાનના મહત્વ ના બનાવોને વાસ્તવિક નિરૂપણ થી લઈને ભવ્ય વર્ણનો સુધી જીવનની કલાઓને સમાવતું જોવા મળે છે થિયેટર નાટકીય થી લઈને આધુનિક વાર્તા કહેવા સુધી સ્વાગત થી લઈને સંગીત ખુલ્લા મેદાનો માં થતા પ્રદર્શન થી લઈને બંધ ઓડિટોરિયમ સુધીની સફર દરમિયાન વિકસિત થયું છે.