જૂનાગઢ: ઇઝરાયેલમાં થતી સેલિકોર્નિયા વનસ્પતિને દરિયાના વિસ્તારમાં સંશોધન હેતુ ઉપયોગમાં લેવાય તેવા સંજોગો જોવા મળે છે. સોલર પાવર થકી ખારા પાણીમાંથી પીવાના પાણીનો પ્લાન્ટ અનેક મુશ્કેલીઓનો હલ કરશે. આ પ્લાન્ટ થકી પ્રતિ કલાકે 800 લીટર પીવાનું પાણી મળી રહેશે. જ્યારે અન્ય 200 લીટર જેટલું વધતું ખારું પાણી, ખારા પાણીમાં ઉગતી વનસ્પતિને ઉછેરવામાં મદદરૂપ થશે. સેલિકોર્નિયા વનસ્પતિની ખાસ વાત એ છે કે તે ખારા પાણીમાં પણ સરળતાથી ઉછરી શકે છે.
50 કરોડ કરતાં વધુ ની કિંમતે સ્થાપિત: યુરોપિયન યુનિયન અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પાણી ફિલ્ટર પ્લાન્ટયુરોપિયન યુનિયન અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતના છ પૈકીનો એકમાત્ર પ્લાન્ટ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામની શાળામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. 50 કરોડ કરતાં વધુ ની કિંમતે સ્થાપિત થયેલો આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલાર ઉર્જા દ્વારા સંચાલિત જોવા મળશે. જેની પાછળનો ખૂબ જ મામુલી ખર્ચ અંદાજવામાં આવ્યું છે. આ પ્લાન્ટ પ્રતિ એક કલાકે 1000 દરીયાઇ ખારા પાણી માંથી 800 લિટર પીવાનું શુદ્ધ પાણી ફિલ્ટર કરી આપે છે. બાકી વહેતું 200 લીટર પાણી અન્ય ખારા પાણીની વનસ્પતિ ઉગાડવા માટે ઉપયોગમાં લેવાનું આયોજન થઈ રહ્યું છે.
આ પણ વાંચો Junagadh News: યુવાન ખેડૂતે મધની ખેતી કરીને બન્યો આત્મનિર્ભર, મધનું કર્યું મબલખ ઉત્પાદન
કરોડોનું વિદેશી હૂંડિયામણ: સેલિકોર્નિયાની ખેતી થી ઈઝરાયલ મેળવે છે કરોડોનું વિદેશી હૂંડિયામણ. સેલિકોર્નિયાની ખેતી ઇઝરાયેલ માટે વિદેશી હુંડિયામણ મેળવવાનો સૌથી મોટો સ્ત્રોત બની રહે છે. જેની પ્રતિ એક કિલોની ભારતીય બજાર કિંમત મુજબ 1600 થી 1700 રૂપિયા થાય છે. ઇઝરાયેલ આ વનસ્પતિને યુરોપના દેશોમાં નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ મેળવે છે. સેલિકોર્નિયાને મીઠાના સૌથી વધારે સ્ત્રોત તરીકે માનવામાં આવે છે. યુરોપના દેશોમાં જે લોકો હૃદય રોગનો શિકાર બન્યા છે. આવા તમામ લોકો સેલિકોર્નિયા નામની વનસ્પતિ ના પાવડરનો ઉપયોગ મીઠા તરીકે કરી રહ્યા છે. જેને તબીબી વિજ્ઞાન પણ સેલિકોર્નિયાના સેવનને સંપૂર્ણપણે સુરક્ષિત માની રહ્યું છે. જેથી તેનું યુરોપના દેશોમાં ખૂબ નિકાસ પણ ઇઝરાયલ માથી કરવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં સેલિકોર્નિયા વનસ્પતિ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર પણ ઉગતી જોવા મળશે. જેનો આજથી પ્રયાસ શરૂ થયો છે.
![ઇઝરાયેલી વનસ્પતિ સેલિકોર્નિયા પણ ઉગી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પ્રોજેક્ટને મળશે સફળતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-h2o-vis-01-byte-01-pkg-7200745_24032023144615_2403f_1679649375_663.jpg)
મોટા પ્રમાણમાં થાય: ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં સેલિકોર્નિયા નામની વનસ્પતિનું વાવેતર કરવાની દિશામાં પણ યુરોપિયન કમિશન અને ભારત સરકાર આગામી દિવસોમાં કામ કરતી જોવા મળશે. સેલિકોર્નિયા નામની વનસ્પતિ જે ઈઝરાઇલમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. આ વનસ્પતિની ખાસિયત એ છે કે તે એકમાત્ર ખારા પાણીમાં થતી જોવા મળે છે વનસ્પતિની બીજી ખાસિયત એ છે કે તે જમીન માંથી ખારાશ ને પોષણ અને ખોરાક તરફ કે શોષણ કરીને જમીનને પણ ખારાશ માંથી લાંબા ગાળે મુક્તિ અપાવતી હોય છે ત્યારે સેલિકોર્નિયા ના વાવેતર થકી જમીનના ભૂગર્ભ જળ ને ક્ષારમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ પ્રોજેક્ટ મહત્વનો બની રહેશે.