જૂનાગઢ : બે દિવસ સુધી ચાલેલી ગીધની વસ્તી ગણતરી આજે સત્તાવાર રીતે પૂરી થયેલી (Junagadh Forest Division) જોવા મળે છે. દર પાંચ વર્ષે ગીધની ગણતરી થતી હોય છે. જેમાં આ વર્ષે ગીર જંગલ સહિત સાસણ અને દરિયાઈ વિસ્તાર પીપાવાવ સુધી પાછલા વર્ષો દરમિયાન ગીધની વસાહતો જોવા મળી હતી. આ તમામ વિસ્તારમાં ગીધની ગણતરી હાથ ધરાશે અને આગામી દિવસોમાં રાજ્યના વન વિભાગ દ્વારા ગીધની સંખ્યામાં થયેલા વધારા કે ઘટાડાના આંકડાઓ જાહેર કરવામાં આવશે.(Vulture Census in Gujarat)
બે દિવસ સુધી ચાલેલી ગીધની વસ્તી ગણતરી પૂર્ણ ગીરના જંગલ વિસ્તારમાં ગીધને સંકટ ગ્રસ્ત પ્રજાતિ તરીકે જાહેર કરવામાં આવી હતી, ત્યારથી સતત ગીધની સંતતિમાં વધારો થાય તેને લઈને ચિંતાઓ વ્યક્ત થઈ હતી. જેને કારણે આજે ગીધની સંખ્યામાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. હવે ગીધની વસ્તી ગણતરી 10 અને 11 ડિસેમ્બરે જૂનાગઢ વન વિભાગ અને સામાજિક સંસ્થાઓના (Vultures in Junagadh Girnar) સહિયારો પ્રયાસ કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યનો વન વિભાગ સત્તાવાર રીતે ગીધની વસ્તી ગણતરી બાદ તેની સંખ્યામાં થયેલા વધારા કે ઘટાડાને લઈને જાહેરાત કરશે. (Vulture Census in Junagadh)
ગીધની મુખ્યત્વે ચાર પ્રજાતિ જોવા મળે છે ગુજરાતમાં ગીધની મુખ્યત્વે ચાર જાતિની વિવિધ પ્રજાતિ અસ્તિત્વ ધરાવી (Vulture in Junagadh forest) રહી છે. જેમાં ગીર વિસ્તારમાં ગિરનારી ગીધ અને સફેદ પીઠવાળા ગીધ મુખ્યત્વે જોવા મળતા હતા, પરંતુ પશુઓને આપવામાં આવતી રાસાયણિક દવાના વધુ વપરાશના કારણે મૃત પશુઓનું માસ ખોરાક તરીકે ઉપયોગમાં લેતા ગીધની સંખ્યામાં ઘટાડો થયો. આજે તે સંકટગ્રસ્ત પ્રજાતિ તરીકે ઓળખાઇ રહી છે. ગિરનારમાં પણ ગીધની વસાહતો જોવા મળતી હતી. જેને કારણે એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે અટકી પડેલો હતો. પરંતુ ગીરના ગીધની સંતતિ અને તેનું સંવર્ધન કરવામાં સફળતા મળતા હવે ગિરનાર સહિત ગીર જંગલ અને પીપાવાવ નજીક આવેલા દરિયાઈ વિસ્તારોમાં ગીધની સંખ્યામાં અપેક્ષાકૃત વધારો થઈ રહ્યો છે. જેને લઈને ગીધની સંતતિ ફરી એક વખત ગીર વિસ્તારમાં જોવા મળી રહી છે. (Census of vultures)