- ઇવીએમ સહિત મતદાન મથકમાં જરૂરી પત્રકો સાથે કર્મચારીઓને કરાયા રવાના
- આવતીકાલે તાલુકા અને જિલ્લા પંચાયતની મતદાન પૂર્વેની કાર્યવાહીને અપાયો આખરી ઓપ
- જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકો પર હાથ ધરાશે મતદાન
- જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સાથે કેશોદ નગરપાલિકા માટે મતદાન હાથ ધરવામાં આવશે
જૂનાગઢઃ આવતીકાલે જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 તેમજ તાલુકા પંચાયતની 158 તેમજ કેશોદ નગરપાલિકા નામ 36 બેઠકો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે મતદાન પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા ઈવીએમ સહિત પત્રકો સાથેની સામગ્રી જૂનાગઢ બહાઉદીન કોલેજ ખાતેથી જે તે મતદાન મથક પર રવાના કરવામાં આવી હતી. ડીસ્પેચ સેન્ટર ખાતે સવારના કર્મચારીઓએ ઈવીએમ સહિત મતદાનના દિવસે જે ઉપયોગમાં લેવામાં આવતાં પત્રકોની સાથે અન્ય સામગ્રીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. કર્મચારીઓને ફાળવવામાં આવેલા મતદાન મથક પર રવાના કરવામાં આવ્યાં હતાં. આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ રહી છે જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનની તમામ પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
- જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજિત 7 લાખ કરતાં વધુ મતદારો મતદાન કરશે
આવતીકાલે જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠક પર મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. તમામ બેઠકો પર 954 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યું છે. આ ચૂંટણી જંગમાં 443 જેટલા ઉમેદવારો પોતાનો રાજકીય ભવિષ્ય શોધતાં ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યાં છે. જેને 7,84,634 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જિલ્લા અને તાલુકા પંચાયતમાં તેમના પ્રતિનિધિ તરીકે પસંદ કરશે. મતદાનના દિવસે કોઇપણ મતદારને કોઈ અડચણ કે મુશ્કેલી ઊભી ન થાય તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદાનના દિવસે જે ઉપયોગી સાહિત્યને પત્રકોની સાથે ઈવીએમને ઉપયોગમાં લેવામાં આવ્યાં છે. તેને પૂરતી ચકાસણી અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે જે તે મતદાન મથક પર રવાના કરી દેવામાં આવ્યાં છે.
જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન સાધન-સામગ્રી રવાના - મતદાનમથક
આવતીકાલે 28 ફેબ્રુઆરી જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું જઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ઇવીએમ સહિત મતદાનના દિવસે પત્રકો સહિત સાધન સામગ્રીને આજે જૂનાગઢ ખાતેથી જે તે મતદાન મથકોમાં રવાના કરવામાં આવી હતી.
જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન સાધન-સામગ્રી કરાઈ રવાના