ETV Bharat / state

કોરોનાની સારવાર લઈ રહેલા માંગરોળ અને જૂનાગઢના યુવાનો સંક્રમણ મુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા

કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા જૂનાગઢ અને માંગરોળના બે યુવાનો કોરોના મુક્ત જાહેર થતાં આ બંને યુવાનોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ વખતે હોસ્પિટલનો સ્ટાફ અને તબીબોએ બંને યુવાનોને ઉત્સાહ પ્રેરક વાતાવરણમાં હોસ્પિટલમાંથી રજા આપી હતી.

Junagadh Civil Hospital
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ
author img

By

Published : May 19, 2020, 4:38 PM IST

જૂનાગઢ : સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સારવાર લઈ રહેલા 9 પૈકી બે યુવાનો સંક્રમણ મુક્ત જાહેર થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારનો યુવાન કોરોના સંક્રમિત આવતા આ બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમના ત્રણે રિપોર્ટ સતત નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

માંગરોળ અને જૂનાગઢના યુવાનો સંક્રમણ મુક્ત થતા હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા ઉભા કરવામાં આવેલા કોવિડ -19 આઇસોલેશન વોર્ડમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. ત્યારે ભારે ઉત્સાહ પ્રેરક વાતાવરણમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ અને આ બંને દર્દીઓની સતત દેખરેખ રાખી રહેલા તબીબોએ બંને યુવાનોને બિરદાવીને હોસ્પિટલમાંથી રજા આપી હતી. આ સંક્રમણથી મુક્ત થયેલા બંને યુવાનો હજુ 14 દિવસ સુધી તેના ઘરમાં હોમ કોરોન્ટાઈન રહેશે, અને લોકોને કોરોના વાયરસ પ્રત્યે જાગૃત પણ કરશે. આ તકે ખાસ ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી એ બંને યુવાનો સાથે વાત કરીને કોરોનાથી સતત સાવધ રહેવું અને આ પ્રકારે લોકોને માહિતગાર કરવા તેવી આ બંને યુવાનોને આગ્રહ ભરી વિનંતી પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.