વેરાવળ: તાલુકાના આજોઠા ગામનો એક વીડિયો અને કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો હાથમાં લાકડીઓ લઈને ઊભા છે. મકાનની અંદરથી કુતરાના રડવાનો અવાજ આવી રહ્યો છે. સમગ્ર ઘટનામાં જીવદયા પ્રેમીઓએ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને આજોઠા ગામમાં 25 જેટલા શ્વાનોની સામૂહિક હત્યા કરી દેવામાં આવી છે, તેવો આક્ષેપ કરીને રાજ્યના ગૃહ વિભાગ અને કલેક્ટર સહિતના અધિકારીઓ સમગ્ર મામલામાં તપાસ કરીને નિર્દોષ અને મૂંગા જીવોને મોતને ઘાટ ઉતારી દેનાર યુવાનો સામે આકરી કાયદાકી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
સ્થાનિક ધારાસભ્યએ ઘટનાને ઉપજાવી કાઢેલ ગણાવી: તાલાળાના સ્થાનિક ધારાસભ્ય અને આજોઠા ગામના અગ્રણી ભગવાનભાઈ બારડે સમગ્ર ઘટનાને ખોટી અને ઉપજાવી કાઢેલ ગણાવી છે. તેઓ દાવો કરી રહ્યા છે કે, જે વીડિયોમાં શ્વાનોની હત્યા કરાયાનો ઉલ્લેખ છે, તે સ્વાનો આજે પણ જીવતા છે. વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં સમૂહ લગ્નના પ્રસંગને ધ્યાને રાખીને ગામની વસ્તી અને સમુહ લગ્નના કાર્યક્રમને ધ્યાને રાખીને રખડતા સ્વાનો પૈકી કેટલાક શ્વાનો અજાણ્ય વ્યક્તિઓને બચકા ભરવા માટે ટેવાયેલા છે. આવી પરિસ્થિતિમાં જાનમાં આવેલા મહેમાનોને શ્વાન બચકા ન ભરે તેને ધ્યાને રાખીને ગામના કેટલાક યુવાનો દ્વારા શ્વાનોને ગામની બહાર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો: પરંતુ કેટલાક લોકો અને ગામનું હીત નહીં ધરાવતા કેટલાક વ્યક્તિઓની સાથે જીવદયા પ્રેમીઓએ સ્વાનોની હત્યા કરવામાં આવી છે, તેમ ગણાવીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે પરંતુ સમગ્ર મામલો સ્વનોની હત્યા સાથે જોડાયેલો નથી માત્ર જીવ દયા પ્રેમી અને કેટલાક ગામ વિરોધી લોકો આ મામલાને બિનજરૂરી રીતે ઉપસાવી રહ્યા છે.
Surat Municipal Corporation : શ્વાન ખસીકરણ પાછળ 45 લાખનો ધુમાડો, છતાં 80 હજાર શ્વાન રોડ પર
વીડિયોમાં ગામના યુવાનો હાથમાં લાકડી સાથે જોવા મળ્યા: સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં કેટલાક યુવાનો હાથમાં લાકડી લઈને ઉભેલા જોવા મળે છે બંધ હાલતમાં અથવા તો ખંઢેર બની ગયેલા મકાનની અંદરથી સ્વાનો ના રડવાનો અવાજ આવી રહ્યો છે જેને લઇને જીવ દયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો છે અને વીડિયોમાં દેખાતા યુવાનો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે હાલ સમગ્ર મામલો આક્ષેપ અને પ્રતિ આક્ષેપની વચ્ચે ફરી રહ્યો છે જીવદયા પ્રેમીઓ 25 જેટલા શ્વાનો ની હત્યા થયાનો સનસનીખેજ આક્ષેપ લગાવી રહ્યા છે તો આજોઠા ગામના અગ્રણી અને સ્થાનિક ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ સમગ્ર મામલો ઉપજાવી કાઢેલો છે અને જીવદયા પ્રેમી અને ગામના કેટલાક લોકો સમૂહ લગ્ન સહિત ગામને બદનામ કરવાની વૃત્તિ સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.