જૂનાગઢ: ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1882માં વસંત પંચમીના પાવન દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખવામાં આવી હતી. ત્યારથી આજના દિવસે શિક્ષા પાત્રોની જયંતિ ઉજવવામાં આવે છે. શિક્ષાપત્રીને માનવદેહને સાર્થક કરવા માટેના એક આદર્શ ગ્રંથ તરીકે પણ જોવામાં આવે છે. શિક્ષાપત્રીમાં 212 જેટલા શ્લોકની રચના કરવામાં આવી છે. જેમાં આદર્શ માનવ જીવન અંગે સચોટ અને અનુકરણીય આજ્ઞાઓ કરવામાં આવી છે. ત્યારે આજે શિક્ષાપત્રીના જયંતીના પ્રંસગે જાણીયે શિક્ષાપત્રી ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ.
આ પણ વાંચો જાણો પાર્ષદ દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે
શિક્ષાપત્રીની જયંતિ: ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1882માં વસંત પંચમીના પાવન દિવસે લખાયેલી શિક્ષાપત્રીએ સર્વ શાસ્ત્રોનો દોહન રૂપ સાર માનવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ગાગરમાં સમાવિષ્ટ કર્યો છે. 1882મહા સુદ પંચમી એટલે વસંત પંચમીના પવિત્ર દિવસે લખાયેલી શિક્ષાપત્રીમાં 212શ્લોક સામેલ કરવામાં આવ્યા છે.
માનવ દેહને સાર્થક કરેઃ પ્રત્યેક શ્લોક માનવ જીવન માટે શ્રેષ્ઠ પથદર્શક છે. આ ગ્રંથના દરેક શ્લોક મોક્ષ માર્ગના પગથિયાં સમાન માનવામાં આવે છે. 212 શ્લોકના ધાર્મિક ગ્રંથમાં અનેક આજ્ઞાઓ કરવામાં આવી છે. પ્રત્યેક આજ્ઞાઓ પ્રાપ્ત થયેલા અમુલ્ય માનવ દેહને સાર્થક કરવા માટે ભગવાન સ્વામિનારાયણે લખી હોય એટલી શ્રેષ્ઠ આજ્ઞાઓ માનવામાં આવે છે.
શિક્ષાપત્રી: શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પર લોક મા મહાસુખ પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં પરંતુ પરમ શ્રેયસ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે. આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી તરીકે માનવ જીવન જીવી આધ્યાત્મિકતા તરફ ગતિ કરાવવા માટેનો છે.
કારણ સ્પષ્ટઃ સાતમા શ્લોકમાં જ ગ્રંથ લખવાનું કારણ અને આજ્ઞા જોવા મળે છે. સર્વ જીવ હિતાવહ આ એક આજ્ઞામાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવ પ્રાણી માત્ર પ્રત્યેના કલ્યાણના ભાવનું દર્શન થાય છે. પ્રત્યેક આજ્ઞાઓ વસુધૈવ કુટુંબકમ્નો સંદેશો પણ આપે છે.
સ્વછતાને પણ અપાયું પ્રાધાન્ય: સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ આવા આધુનિક યુગમાં ચલાવવી પડે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને 192 વર્ષ પહેલા આજ્ઞા કરેલી કે જીર્ણ દેવાલય નદી તળાવ માર્ગ અને વાવેલું ખેતર તેમજ વૃક્ષની છાયા ફૂલવાડી બગીચા જેવા સ્થાનનો પર ક્યારેય પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો તેમજ આવા સ્થાનો પર થૂંકવુ પણ નહી આટલી નાની નાની વાતો ધ્યાનમાં રાખીને ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં શ્રેષ્ઠ ગ્રંથ માનવ માત્રને ભેટમાં આપ્યો છે.