ETV Bharat / state

જૂનાગઢમાં સામાજિક સંસ્થાઓ આયુર્વેદિક ઉકાળાનું કરી રહી છે વિતરણ

કોરોના વાઈરસના ખતરાને પહોંચી વળવા જૂનાગઢની સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવીને લોકોને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી રહી છે.

junagadh
junagadh
author img

By

Published : Mar 22, 2020, 9:26 AM IST

જૂનાગઢઃ કોરોના વાયરસનો ખતરો ધીરે ધીરે ગુજરાત પર હવે વધી રહ્યો હોય તે પ્રકારે વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે, ત્યારે જૂનાગઢના લોકો કોરોના વાઇરસથી સંક્રમિત ન બને તે માટે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આરોગ્યપ્રદ આયુર્વૈદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત પર કોરોના વાઇરસનો ખતરો હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હોય તેવા દ્રશ્યો ચિંતાજનક રીતે જોવા મળી રહ્યા છે. જે પ્રકારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જે રીતે વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને હવે સૌ કોઇ ચિંતીત બની રહ્યા છે, ત્યારે જૂનાગઢની સામાજિક સંસ્થાઓ પણ હવે કોરોના વાઈરસના ખતરાને પહોંચી વળવા મેદાનમાં આવી છે અને જૂનાગઢના લોકોને સંક્રમણથી બચાવવા વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ પણ કરી રહી છે.

જૂનાગઢમાં સામાજિક સંસ્થાઓ આયુર્વેદિક ઉકાળાનું કરી રહી છે વિતરણ
સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શહેરના કાળવા ચોક વિસ્તારમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિઓ વધે અને સંભવિત કોરોના વાયરસના સંક્રમણનીને ખાળી શકવા માટે ઉપયોગી એવા આ આયુર્વૈદિક ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેનો જૂનાગઢના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. કોરોના વાઈરસથી બચવા માટે સાવચેતી અને યોગ્ય તકેદારી ખૂબ જ મહત્વની છે, ત્યારે સામાજીક સંસ્થાઓ દ્વારા જે પ્રકારે આરોગ્યપ્રદ ઉકાળાનું વિતરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેને કારણે જૂનાગઢ શહેર પર કોરોના વાયરસનો ખતરો ઘટાડી શકવામાં આગામી દિવસોમાં ચોક્કસ મદદ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.