જૂનાગઢના માંગરોળ પંથકમાં વૃક્ષના નિકન્દન થવાથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છે. છેલ્લા ઘણાં સમયથી માંગરોળ શહેરમાં વડલાઓમાં આગ લાગવાના બનાવો અવાર નવાર બની રહ્યા છે, પરંતુ આ બાબતે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી.
છેલ્લા 20 દિવસમાં જુના અને તોતીંગ 20 જેટલા વડલિઓમાં રાત્રીના સમયમાં આગ લાગવાના બનાવો બનતા રોષ ફાટી નીકળ્યો હતો અને આ વડલામાં આકસ્મીક આગ લાગતી નથી, પરંતુ જાણીજોઇને કોઇ આગ લગાડતા હોવાના આક્ષેપ સાથે આજે માંગરોળના મામલેતદારને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરીને તપાસ કરવાની માંગ કરાઈ છે.
જયારે પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું કે, વૃક્ષ એ જીવન છે અને એક વૃક્ષને ઉછેરતા આશરે બે વર્ષ જેવો સમય લાગે છે, પરંતુ સરકાર વૃક્ષારોપણ કરે છે, પરંતુ વૃક્ષ સળગી રહ્યા છે ત્યારે તપાસ જરૂરી બની છે અને આગામી દિવસોમાં તપાસ કરવામાં નહીં આવે તો સંજીવની નેચર દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.