ETV Bharat / state

દીવાળી પર્વે રંગોળીમાં પ્રાણ પૂરતા કલર જામનગરમાં બને છે, જુઓ વિશેષ અહેવાલ... - દિવાળીના કલરની માગ

જામનગરના હાપામાં રાજાશાહી વખતથી દિવાળીના કલર બનાવવાની પરંપરા આજે પણ યથાવત છે. ભેડા પરિવારની ચોથી પેઢી દિવાળીના કલર બનાવી રહી છે. જો કે, આ વર્ષે કલરને પણ કોરોના નડ્યો છે. ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં જામનગરના દિવાળીના કલરની જબરી માંગ છે.

Jamnagar
Jamnagar
author img

By

Published : Nov 4, 2020, 4:46 PM IST

Updated : Nov 4, 2020, 5:37 PM IST

  • છેલ્લા 140 વર્ષથી રંગોળીના કલર જામનગરમાં બને છે
  • રાજાશાહી વખતથી બનાવવા આવે છે કલર
  • ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ જામનગરના કલરની માંગ
  • આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગતા ગત વર્ષ કરતા 50 ટકા ઓછી માગ

જામનગરઃ ઉલ્લાસના પ્રસંગ દિવાળીના તહેવારોમાં ઘર આંગણે અનેક વિવિધ રંગોની મદદથી મનમોહક રંગોળીઓ બનાવી મનમાં ઉમંગો ભરવામાં આવે છે. આવા એક બે નહી પૂરા 50 જાતના રંગો જામનગરમાં બને છે અને દેશભરમાં ખૂણે ખૂણે મોકલવામાં આવે છે. જામનગરમાં પાછલા આઠ દાયકાઓથી ટન બંધ માત્રામાં આવા રંગોળી સ્પેશિયલ ચિરોડી અને ભગવાનની રંગોળી બનાવવા માટે વેલવેટ કલરનું ઉત્પાદન થાય છે.

મહિલાઓ કલર બનાવે છે.
મહિલાઓ કલર બનાવે છે.

મહિલાઓ કલર બનાવે છે

મોટા મકાનના ધાબે પગની પાનીએથી રંગો વિખેરતી આ મહિલાઓની મહેનત વિવિધ મનમોહક રંગો બની દિવાળીના તહેવારો ઉપર દેશભરના ઘર આંગણે આકર્ષક ચિત્રોમાં પૂરવામાં આવે છે. તહેવારોમાં અનિવાર્ય અંગ બની ગયેલા આ ચિરોડી કલરનું ઉત્પાદન જામનગરમાં થાય છે અને દેશભરમાં પહોંચાડાય છે.

જામનગરમાં દિવાળીના 50 જેટલી વેરાયટીના કલર બનાવવામાં આવે છે

સફેદ ચિરોડી પાવડરમાં હાથેથી બનાવેલા રંગો મિશ્રિત કરવાનું આ કામ આઠ દાયકાથી જામનગર નજીકના હાપા ગામે થાય છે. આવો એક કલર બનાવતા પૂરા ત્રણ કલાકની મહેનત લાગે છે. આ કલર પછી 25-50 ગ્રામની પડીકી સ્વરૂપે રેકડીઓમાં વેચાય છે. આ કલર જ તહેવારોને રંગીન બનાવે છે ખાસ તો અહીંયા ચિરોડીના કલર અને તેની સાથે ભગવાનની રંગોળી કરવાં માટે પણ વેલવેટ કલર પણ બનવવામાં આવે છે.

જામનગરના હાપામાં રંગોળીના કલર બનાવામાં આવે છે

મકાનના ધાબે એક મોટી રંગોળી બની જાય છે

રંગોળીમાં પ્રાણ પૂરતા આ રંગોને ગ્રાહકના હાથ સુધી પહોચતા અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઘરના આંગણની જેમ જ ઉત્પાદન સમયે આ મકાનના ધાબાઓ પણ એક મોટી રંગોળી બની જાય છે.

Last Updated : Nov 4, 2020, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.