જૂનાગઢઃ ભવનાથની ગીરી તળેટીમાં આવેલા ગિરનાર સાધના આશ્રમના મહંત પુનિત આચાર્યજી મહારાજ જૈફ વયે બે દિવસ પૂર્વે બ્રહ્મલીન થયા હતાં. બે દિવસ સુધી ગિરનાર સાધના આશ્રમ ભવનાથ તળેટીમાં (Bhavnath Taleti)પુનિત આચાર્યજી મહારાજના નશ્વર દેહને તેમના સેવકો ભક્તો અને ગુરુદત્ત મહારાજમાં આસ્થા ધરાવનાર પ્રત્યેક વ્યક્તિ અંતિમ દર્શન કરી શકે તે માટે દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો.
દર્શન કરીને તેમને અંતિમ વિદાય આપી
બે દિવસ સુધી હજારોની સંખ્યામાં ભાવી ભક્તોએ પુનિત મહારાજના અંતિમ દર્શન કરીને તેમને અંતિમ વિદાય આપી હતી. બે દિવસ અંતિમ દર્શનાર્થે રાખવામાં આવેલા નિષ્પ્રાણ દેહને આજે ગુરુ દત્ત સાધના આશ્રમની ધાર્મિક (Girnar Sadhana Ashram )પરંપરા મુજબ અંતિમ સંસ્કાર વિધિ ભવનાથ તળેટીમાં આવેલા ગિરનાર સાધના આશ્રમમાં ધાર્મિક વિધિ વિધાન સાથે પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે
આશ્રમનું પરિસર હરિઓમ તત્સત જય ગુરુદત્તના શ્લોક થી ગુંજી ઉઠ્યું
બ્રહ્મને થયેલા પુનિત આચાર્યજી મહારાજની આજે હિંદુ ધર્મ સંસ્કૃતિ મુજબ તેમના અગ્નિ સંસ્કાર(Harigiriji Maharaj of Bhavnath Manda) વિધિ પૂર્ણ કરવામાં આવ્યા હતા. પુનિત આચાર્યજીના જયેષ્ઠ પુત્ર દ્વારા અગ્નિ સંસ્કાર વિધિ ભવનાથ મંડળના સાધુ સંતો પુનિત આચાર્યજીના સેવકો અને સમગ્ર દેશમાંથી આવેલા ગુરૂદતના સાધકોની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી. પુનિત આચાર્યજીના પુત્રએ તેમને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ કરી હતી. આ સમયે ભવનાથ મંડળના હરીગીરીજી મહારાજ સહિત ખુબ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને બાપુના સેવકોએ હરિઓમ તત્સત જય ગુરુદત્તના મંત્રોચ્ચાર સાથે પુનિત આચાર્યજી મહારાજને અંતિમ વિદાય આપી હતી.
આ પણ વાંચોઃ તરભ વાળીનાથ અખાડાના ગુરુ શ્રી બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ ટ્વિટ કરી શોક વ્યકત કર્યો