જૂનાગઢઃ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મણીનગર પવાર તથા પોલીસ અધિકારી રવિ મોહન સૈનીની સૂચના અનુસાર પોરબંદર શહેરમાં થયેલા ચોરી ટેક કરવા માટે જરૂરી માર્ગદર્શન આપેલુ હોય છે. જેને અનુસંધાને પોરબંદર SOG પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મહેશ ભરતભાઈ કોવાર પુલ પોરબંદર પાસે ઝુપડપટ્ટીમાં મેલડી માના મંદિર પાસે શંકાસ્પદ હિલચાલમાં મળી આવતા તેને રોકી પૂછપરછ કરી હતી.
પોકેટ કોપ મોબાઈલ ઉપર સર્ચ કરતા પીપાવાવ પોલીસ સ્ટેશન નાગેશ્રી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન રાજુલા પોલીસ સ્ટેશનમાં મિલકત વિરુદ્ધના કુલ નવ ગુનો નોંધાયેલો હોવાનુ જણાવતા કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા આઇ કોલ તથા આઇટેલ કંપનીના બે નંગ મોબાઇલ સહિત અન્ય માઇક્રોમેક્સ, લાવા, વીવો કંપનીના બે નોકિયા કંપનીના મોબાઈલ ફોન કુલ 10 નંગ રૂપિયા 36500 સાથે મળી આવતા કબ્જે કરી પોરબંદર SOGએ મોબાઈલ ચોરીનો પર્દાફાશ કર્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ જાડેજા તથા SOG સ્થાપના ASI એમ ઓડેદરા તથા હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ગોરાણીયા, મહેબૂબ ખાન, બેલીમ સરમણભાઈ સવદાસભાઇ પોલીસ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા સમીરભાઈ જુણેજા વિપુલભાઈ બોરીયા, સંજય ભાઈ કરસનભાઈ ડ્રાઇવર માલદેભાઈ મુળુભાઇ તથા ગીરીશભાઈ વાજા વગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા..