ETV Bharat / state

જૂનાગઢમાં લોકડાઉનનો ભંગ કરતા વધુ 16 વ્યક્તિઓને પકડી પાડતી પોલીસ

author img

By

Published : Apr 18, 2020, 7:02 PM IST

હાલ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે જિલ્લા પોલીસની વારંવારની આપીલ છતાં પણ કેટલાક લોકો સવાર અને સાંજના સમયે લોકડાઉનનો ભંગ કરતા નજરે પડતા હતા તે તમામને પકડી પાડીને પોલીસે કાયદાથી લોકડાઉનનો અનુભવ કરાવ્યો હતો.

જૂનાગઢ
જૂનાગઢ

જૂનાગઢ : હાલ સમગ્ર રાજ્યમાં બીજા તબક્કાનો લોકડાઉન ચાલી રહ્યુ છે. જે આગામી ૩જી તારીખે પૂર્ણ થશે. પરંતુ જૂનાગઢમાં કેટલાક લોકો હજુ પણ લોકડાઉન અને મજાક સમજતા હોય તે પ્રકારે ગંભીરતાથી લેતા જોવા મળતા નથી. આવા લોકોને લોકડાઉન શું છે,લોકડાઉન કોના માટે રાખવામાં આવી રહ્યું છે. તેના પાઠ ભણાવવા માટે પોલીસ વધુ આકરી બની રહી છે.

જેમાં શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં કેટલાક લોકો સવાર અને સાંજના સમયે મોર્નીંગ અને ઈવનીંગ વૉકના બહાના તળે લોકડાઉનનો ભંગ કરતા નજરે ચડયા હતા. જેની ફરિયાદ પોલીસને મળતા આજે પોલીસે વધુ 16 વ્યક્તિઓને લોકડાઉનના ભંગ બદલ અટક કરી હતી. લોકડાઉનના છેલ્લા છ દિવસ દરમિયાન 160 કરતા વધુ લોકો મોર્નિંગ કે ઇવનિંગ વોક તળે લોકડાઉનનો ભંગ કરતાં પોલીસના હાથે પકડાઇ ચૂક્યા છે. તેમ છતાં હજુ પણ લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ આવા લોકો સામે વધુ કડક બનીને લોકડાઉનના કાયદાથી અમલ કઈ રીતે થાય છે. તેનો બોધપાઠ આવી વ્યક્તિઓને આપી રહી છે.

લોકડાઉનનો ભંગ કરતા સમજદાર વર્ગ પણ પોલીસને હાથે ચડી રહ્યો છે. જે વર્ગ લોકડાઉનનો અમલ ખુદ કરવાનો હોય તે વર્ગ લોકડાઉનનો ભંગ કરી રહ્યો છે. જેની સામે હવે જૂનાગઢ પોલીસ કડક બનીને લોકડાઉનનો ભંગ કરતા લોકોને કાયદાથી લોકડાઉનનો અમલ કરાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.