જૂનાગઢઃ માંગરોળમાં સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે આ પ્રક્રિયા ઓનલાઇન શરૂ થાય તે પહેલાં જ ખેડૂત આગેવાનોએ માંગરોળ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી માગ કરી હતી કે, આ પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરીમાં જ શરૂ કરવામાં આવે તેવી માગ સાથે લેખિતમાં રજૂઆત કરી હતી.
દર વખતે માર્કેટિંગ યાર્ડ ખાતે ઓનલાઇન કાર્ય કરવાની તજવીજ હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં તાલુકા ભરના ખેડૂતોને લાંબી લાંબી લાઇનો લગાવી કલાકો સુધી લાઇનોમાં ઉભવું પડતુ હોય છે અને માંગરોળ તાલુકાના ગામડાઓમાંથી 25-25 કિલોમીટરથી દૂર ખેડૂતોને ઓનલાઇન કરવા માટે ધક્કા ખાવા પડે છે.
આ અંગે મગફળી ખરીદીની ઓનલાઇન થાય તેવી માગ માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાનોએ લેખિતમાં રજૂઆત કરી છે. સાથે સાથે ખેડૂતો પાસેથી પોતાના ખેતરમાં થયેલી તમામ મગફળીની ખરીદી કરવા જણાવ્યુ હતુ. ખરીદીમાં કોઇપણ પ્રકારની સર્યાદા નહી કરવામાં આવે તેવી પણ ખેડૂત આગેવાનોએ માગ કરી છે.