સોમનાથ મોદીનો દબદબો હવે પતંગ સુધી પહોંચી ગયો છે સોમનાથમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઓડિશાના પતંગબાજે મોદી નામની પતંગ બનાવીને આકાશમાં ચગાવી હતી. આ પતંગ ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી હતી. અગાઉ પતંગબાજે આઇ લવ ગુજરાત અને જય દ્વારકાધીશની પતંગ પણ લગાવી હતી ત્યારે આજે સોમનાથમાં આઈ લવ મોદી પતંગ ચગાવીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
15 દેશોના પતંગબાજો આઈ લવ મોદી પતંગે ખેંચ્યું સૌનું ધ્યાન સોમનાથમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ બાજોની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ભારત સહિત વિશ્વના 15 દેશોના પતંગબાજોએ ભાગ લઈને પરંપરાગત રીતે આયોજિત થતા પતંગ ઉત્સવમાં ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ પતંગ મહોત્સવમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોની પારંપરિક પતંગો સાથે પતંગબાજો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો વિદેશી લોકોએ સોમનાથમાં પતંગ મહોત્સવની મજા માણીને અનુભૂતિ કરી શેર
આઈ લવ મોદી પતંગે ખેંચ્યું સૌનું ધ્યાન પરંતુ ઓરિસ્સાના એક પતંગબાજની પતંગે સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ. આ પતંગબાજે આઈ લવ મોદી નામની પતંગ આકાશમાં ચગાવી હતી. પતંગ ચગતા જ સૌ કોઈ આ પતંગ પ્રત્યે આકર્ષિત થયા હતા. આજના પતંગ મહોત્સવમાં વિવિધ દેશની પતંગકલાઓને ઉજાગર કરવામાં આવી હતી. જેમાં ઓરિસ્સાના પતંગ બાજે આઇ લવ મોદી નામની પતંગ બનાવીને પતંગ મહોત્સવને એકદમ જીવંત બનાવી દીધો હતો. આઈ લવ મોદી પતંગ ચગાવતા પૂર્વે આજ પતંગબાજે આઈ લવ ગુજરાત અને દ્વારકામાં જય દ્વારકાધીશ નામનો પતંગ પણ ચગાવ્યો છે.
આ પણ વાંચો Makar Sankranti 2023 Surat : પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો, PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ
મોદીથી આકર્ષિત થઈ બનાવી I LOVE MODI પતંગ ઓરિસ્સાના પતંગબાજે આઈ લવ મોદી પતંગ બનાવવા માટે બે મહિનાથી તૈયારી કરી રહ્યો હતો. પતંગ મહોત્સવને લઈને સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતાં સમાચારોમાંથી પ્રેરણા મેળવીને તેમણે આ પતંગ બનાવ્યો છે નાના નાના પતંગો ઉડતા જોઈને મોદીના ચાહક ઓરિસ્સાના પતંગ બાજે આઈ લવ મોદી પતંગ બનાવવાનો વિચાર કર્યો અને બે મહિનાની મહેનત બાદ જાપાન ચાઇના સહિત અન્ય દેશોમાંથી પતંગ બનાવવાનું મટીરીયલ પ્રાપ્ત કરીને અંતે પતંગ બનાવવામાં સફળતા મેળવી હત આજે આ પતંગ સોમનાથના આકાશમાં ચગતા સૌ કોઈ માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો હતો.