જૂનાગઢ : જિલ્લામાં ચોમાસાના પ્રારંભના દિવસોમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ભેસાણ તાલુકાના છોડવડી ગામના ખેતરોમાં મગફળીને કોરી ખાતી જીવાત મુંડાનો ઉપદ્ર્રવ જોવા મળી રહ્યો છે. જેને લઈને જગતનો તાત ચિંતામાં મૂકાઇ ગયો છે. ભેસાણમાં મગફળીનું વાવેતર વિશેષ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. ત્યારે મુંડાનો ઉપદ્રવ આગામી સમયમાં ચિંતાનો વિષય બની શકે છે.
ગત વર્ષે પડેલો મુંડાનો માર આ વર્ષે ખરીફ સીઝનની શરૂઆતના દિવસોમાં જ જોવા મળતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગત વર્ષે મગફળીનો પાક તૈયાર થવાના દિવસોમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ત્યારે આ વર્ષે ખરીફ સીઝનની શરૂઆતમાં જ મુંડાએ દેખા દેતા ખેડૂત પરેશાન થઇ રહ્યા છે.