જૂનાગઢ : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સામાન્ય ચોમાસુ 10 દિવસ મોડું થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. વેસ્ટ ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં સામાન્ય ચોમાસુ 15 જૂનની આસપાસ દસ્તક દેતું હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાના આગમનના દિવસો 10 દિવસ વધુ લંબાઈ શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતના વાતાવરણમાં કોઈ ચોક્કસ પલટો કે કમોસમી વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં, પરંતુ આગામી ત્રણ દિવસ સુધી પવનનું પ્રમાણ સતત વધારે જોવા મળશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસો દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારના જિલ્લામાં વરસાદની નહિવત શક્યતાઓ જણાઈ રહી છે, પરંતુ આ દિવસો દરમિયાન દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ પવનની ગતિ વધારે જોવા મળશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારોમાં હળવો કે છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે. - ધીમંત વઘાસીયા (સહસંશોધક હવામાન વિભાગ)
વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે પવનનું પ્રમાણ : વેસ્ટ ડિસ્ટર્બન્સની જે સ્થિતિ ઉત્તર ભારતના કેટલાક રાજ્યો અને પાકિસ્તાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી કેટલાક દિવસો દરમિયાન ઉત્તર ભારતના કેટલાક રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, કાશ્મીરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. પરંતુ આ દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદની એકદમ નહિવત શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ સામાન્ય દિવસો કરતા વધારે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Gujarat Weather: હજુ પાંચ દિવસ ગરમી રહેશે યથાવત, જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સલાહ