જૂનાગઢઃ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી મજૂરો અને અન્ય જિલ્લાના ફસાયેલા લોકોને લાવવા તેમજ મુકવા માટે જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી સાથેના વાહનોને જવા દેવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં રોજીરોટી મેળવતા અન્ય જિલ્લાના મજૂરોને તેમના વતન તરફ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા સામાજિક અંતર અને મજૂરોની સંખ્યાને નિયમ વિરુદ્ધ ગણાવીને તમામ વાહનોને પરત મોકલતા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સરકારની મંશા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
સરકાર દ્વારા સામાજિક અંતર બસ અને જીપની અંદર નહીં જળવાતા આ વાહનોને પરત મોકલવામાં આવ્યાં હતાં, ત્યારે હર્ષદ રિબડીયાએ સરકાર પર સવાલો ઉભા કર્યા હતાં કે, મંજૂરી મેળવવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપીને જૂનાગઢ આવેલા મજૂર પરિવારો અને તેમાંય છેલ્લા 36 દિવસથી એક પણ પૈસાની મજૂરી નહીં મેળવી શકનાર મજૂરો 20 કે 25 હજારનું વાહન બાંધીને બે-ચાર મજૂરો પોતાના વતન તરફ જાય તેવો વિચાર રાજ્ય સરકાર કરી રહી છે. જેના પર હવે હર્ષદ રિબડીયા ખૂબ જ આકરા બની રહ્યાં છે.
જે પ્રકારે મંજૂરી મેળવવા માટે આખો પરિવાર હજારો કિલોમીટર દૂર આવતો હોય ત્યારે આવી મહામારીના સમયમાં અને તે પણ છેલ્લા 36 દિવસથી રોજગારી વગર રખડતા ભટકતા આ પરિવારના સભ્યો પોતાના અન્ય સભ્યોને માત્ર સામાજિક અંતર જેવી બાબતોને લઈને મૂકી અને પોતાના વતન તરફ જાય તે વાત પણ હર્ષદ રિબડીયાને ગળે ઊતરતી નથી.
આ માટે તેઓ માંગ કરી રહ્યા છે કે, રાજ્ય સરકાર અહીંથી જવા માટેના તમામ મજૂરોનો તબીબી પરીક્ષણ કરી અને એક સાથે જે વાહન છે. જેમાં જવા દેવાની મંજૂરી આપે તો આ મજૂર પરિવારોનું મહામારીના સમયમાં થોડુંક ભલું થઈ શકે. આ સાથે જ રાજ્ય સરકાર પર રિબડીયાએ આકરા પ્રહારો કર્યા હતાં.