જૂનાગઢઃ 29 જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા રાજકીય સામાજિક અને વેપારીઓ અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જૂનાગઢ પોલીસ દ્વારા A ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકમાં બંધના એલાનને લઈને શાંતિ પૂર્ણ વાતાવરણ બની રહે તે માટે સહમતી દર્શાવી હતી.
ભારત બંધના એલાનને પગલે જૂનાગઢમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ ભાજપ કોંગ્રેસ સહીત અનેક રાજકીય અગ્રણીઓની સાથે સામાજિક અને ધાર્મિક વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી અને બુધવારે બંધને લઈને શાંતિ પૂર્ણ પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જૂનાગઢ શહેરના અગ્રણી વેપારીઓ પણ જોડાયા હતા અને બંધને લઈને પોલીસ અધિકારીઓ સાથે સંકલનમાં રહીને બંધ પાડવાની ખાતરી આપી હતી.જૂનાગઢ શહેર કોમી એકતા માટે કાયમ મિસાલ રહ્યું છે, સામાન્ય ઘટનાઓને બાદ કરતા આજ દિન સુધી કોઈ અનીચ્છનીય બનવાનો બન્યા નથી. જેને લઈને જૂનાગઢની શાંતિમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે પહેલેથી જ સાવચેતી રાખવામાં આવી રહી છે.