જૂનાગઢ: બે દિવસ અગાઉ ભાજપના કોર્પોરેટર અને જિલ્લાના સસ્તા અનાજની દુકાનના પ્રમુખ રાજુભાઈ નંદવાણીનું કોરોના વાઇરસને કારણે મોત થયું હતું. ત્યારે શનિવારે વધુ એક માઠા સમાચાર કોરોના વાયરસને કારણે આવ્યા છે. શહેરના પ્રતિષ્ઠિત વકીલ અને નગરસેવક આરતીબેન જોષીના પતિ પરેશભાઈ જોષીનું પણ કોરોના વાઇરસને કારણે અવસાન થયું છે.
જૂનાગઢ: કોરોનાએ ભાજપના વર્તમાન કોર્પોરેટર બાદ શહેરના નામાંકિત વકીલનો લીધો ભોગ જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રતિદિન કોરોના સંક્રમિત કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેથી લોકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોર્પોરેટર બાદ આજે પ્રતિષ્ઠિત વકીલનું પણ કોરોનાને કારણે અવસાન થતાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે.