ETV Bharat / state

ઓડ-ઈવનના નિર્ણય સામે જૂનાગઢની માંગનાથ કાપડ બજાર બંધ જોવા મળી - લોકડાઉન

ચોથા તબક્કાના લોકડાઉનને લઈને નવા નિયમો અને કેટલાક દિશાનિર્દેશો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ જૂનાગઢ કાપડ બજાર ઓડ અને ઈવન નિયમ મુજબ શરૂ કરવાના આદેશો કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકારની વ્યવસ્થાની સામે જૂનાગઢના કાપડના વેપારીઓએ માંગનાથ બજારને સ્વયંભૂ બંધ રાખીને રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

Junagadh's Mangnath textile market closed
જૂનાગઢની માંગનાથ કાપડ બજાર જોવા મળી બંધ
author img

By

Published : May 20, 2020, 5:15 PM IST

જૂનાગઢ : 4 તબક્કાના લોકડાઉનની નવી નીતિ નિયમ સાથે પૂર્ણ પણે અમલ થવા જઇ રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢ કાપડ બજાર સમગ્ર રાજ્યની જે વ્યવસ્થા છે. તે મુજબ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે વેપાર ધંધા અને ઉદ્યોગોને ઓડ અને ઈવન નીતિ મુજબ શરુ રાખવાની જાહેરાત કરી હતી. જેનો જૂનાગઢમાં વિરોધ થયો છે અને કાપડના વેપારીઓએ બજાર બંધ રાખીને સરકારના આ નિર્ણયને ફગાવી દીધો હતો.

odd even ના નિર્ણય સામે જૂનાગઢની માંગનાથ કાપડ બજાર જોવા મળી બંધ
જૂનાગઢની હાર્દ સમી માંગનાથ અને પંચહાટડી બજારમાં મુખ્ય બજારો આવેલી છે. અહીં મહિલાઓને લગતી અને ખાસ કરીને કપડાની બજાર વિશેષ જોવા મળે છે. ત્યારે આ વિસ્તારની બજારોમાં સરકાર દ્વારા જે પ્રમાણે ઓડ અને ઈવન નીતિ અમલમાં મૂકી છે. તે મુજબ એક દિવસ કોઈપણ દુકાન બંધ રાખવાનું એવો આદેશ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો છે. જેને લઇને કોઇપણ દુકાન મહિનાના પંદર દિવસથી વધુ સમય માટે ખોલી નહીં શકે. જેનો વિરોધ જૂનાગઢમાં જોવા મળ્યો હતો. માંગનાથ રોડ અને પંચહાટડી વિસ્તારના કાપડના વેપારીઓએ સમગ્ર મામલાને ફગાવી દઈને પોતાના વ્યાપારિક સંકુલો સ્વયંભૂ બંધ રાખ્યા હતા. તેમજ જ્યાં સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય ઓડ અને ઈવન બાબતે નહિ આવે ત્યાં સુધી તમામ બજારો બંધ રહેશે. તેવું વેપારીઓએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.