જૂનાગઢ : જિલ્લાના માળીયા હાટીના તાલુકાના લાઠોદરા ગામમાંથી 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છેે. યુવાનો મૃતદેહ લાઠોદરા ગામના જંગલ જાળી વિસ્તારમાં પડ્યો હોવાની માહિતી મળતા પોલીસ ઘટના પહોંચી હતી. હાલ યુવાકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
જંગલ જાળીમાંથી મળ્યો મૃતદેહ : માળિયા હાટીના તાલુકાના લાઠોદરા ગામમાંથી યુવાનનું મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. લાઠોદરા ગામની સીમ વિસ્તારમાં આવેલા જંગલ જાળીમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડેલો છે. તેવી જાણ માળીયા પોલીસ મથકને થતા પોલીસ સ્ટાફને થતાં ઘટના સ્થળ પર પહોંચીને મૃતક યુવાનની મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં મૃતકનું નામ દીપક લગધીર હોવાનું બહાર આવ્યું છે. આ યુવાન અભ્યાસ કરી રહ્યો હોવાની વિશેષ વિગતો પણ માળીયા હાટીના પોલીસને પ્રાપ્ત થઈ છે. જેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat Crime: ઉધનામાં લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો, અંગત અદાવતમાં હત્યાનું અનુમાન
પ્રેમ પ્રકરણમાં હત્યા કે આત્મહત્યાની આશંકા : મળતી માહિતી મુજબ મૃતક દીપક લગધીર કોઈ યુવતી સાથે પ્રેમ સબંધથી જોડાયેલો હતો. જેને લઈને પણ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બની રહ્યો છે. ગામના આંતરિક સૂત્રોની માહિતી પરથી એવી વિગતો પણ બહાર આવી રહી છે કે, યુવાને પ્રેમમાં આત્મહત્યા કરી છે અથવા તો પ્રેમ પ્રકરણમાં તેમની હત્યાને નિપજાવી અને તેની મૃતદેહ જાળી જંગલ વિસ્તારમાં ફેંકી દીધી છે. હાલ તો સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડાયો છે.
આ પણ વાંચો : Vadodara Crime : ઝાડી ઝાખરાંમાથી યુવાનો મળ્યો મૃતદેહ, હત્યાનું કારણ અકબંધ
પેનલ પોસ્ટમોર્ટમ મૃતદેહ જામનગર મોકલ્યો : પ્રાથમિક તારણ અને તપાસ અનુસાર યુવાનની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે તમામ તપાસનો વિષય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવાને આત્મહત્યા કરી છે કે તેની હત્યા નીપજાવીને કોઈ અહીં મતદેહ ફેંકી ગયા છે. આગામી દિવસોમાં પોલીસ તપાસ બાદ પડદો ઉંચકાશે હાલ તો માળીયા પોલીસે મૃતદેહનો કબજો કરીને આત્મહત્યાની ફરિયાદ દાખલ કર્યો છે. સમગ્ર મામલે માળીયા હાટીના પોલીસ કર્મી PSI બી.કે. ચાવડાએ જણાવ્યું કે, યુવાનનો મૃતદેહ જામનગર હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.