જૂનાગઢ: આગામી રવિવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે. મહિલા ખેલૈયાઓ દ્વારા ગરબા રમવા માટે ખાસ ટ્રેડિશનલ ચણીયા ચોલી ખરીદી કરવાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 48 કલાક પછી યુવતીઓ ગરબે ઘૂમતી જોવા મળશે. ત્યારે ત્રણ વર્ષ બાદ આ પ્રકારે નવરાત્રીનો માહોલ ફરી એક વખત ઉભો થયો છે. જેમાં ખાસ પરંપરાગત ટ્રેડિશનલ અને ભાતીગળ ની સાથે ગરબા ને અનુરૂપ કપડાની ખરીદીમાં પણ યુવતીઓ મશગુલ બનતી જોવા મળે છે.
નવરાત્રીમાં ટ્રેડિશનલ કપડાની બોલબાલા: નવરાત્રીના દિવસો દરમિયાન ખાસ કરીને ટ્રેડિશનલ અને ભાતીગળ કપડાં પહેરવાનો એક અનોખો ઠાઠ જોવા મળે છે. અર્વાચીન સમયમાં પણ મહિલાઓ દ્વારા હાથેથી કપડામાં ભરતગુંથણ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન એક અલગ ભાત ઉભી થાય તે માટે પણ કપડાં ઘરે તૈયાર કરવામાં આવતા હતા. સમય બદલાવાની સાથે આજે ભાતીગળ અને ટ્રેડિશનલ કપડા બજારમાં વહેંચાતા કે ભાડે પણ મળી રહ્યા છે. આવા સમયે આધુનિક સમયમાં ટ્રેડિશનલ ની સાથે ભાતીગળ કપડાં ગરબે ઘુમતી કોઈ પણ યુવતી કે મહિલાના પ્રદર્શનમાં ખૂબ વધારો કરે છે. તેને લઈને પણ ત્રણ વર્ષ બાદ ફરી એક વખત ભાતીગળ અને પરંપરાગત કપડાની ખરીદીમાં યુવતીઓ ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહી છે.
કપડાના બજાર ભાવ ખેલૈયાઓને અનુકૂળ: આ વર્ષે નવરાત્રી ટ્રેડિશનલ અને ભાતીગળ કપડાં ના બજાર ભાવ પર કોઈ પણ વર્ગને પરવડે તે પ્રકારના જોવા મળે છે. 750 થી લઈને 2500 સુધી ખૂબજ જાજરમાન અને ગરબા ને શોભે એ તે પ્રકારના મળી રહ્યા છે. આ વર્ષે નાના બાળકો માટે પણ વિશેષ ચોલી અને ટ્રેડિશનલ કપડાની સાથે ભાતીગળ વસ્ત્ર પરિધાન પણ બજારમાં આવ્યા છે. જેની કિંમત 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં મળી રહ્યા છે.
મહિલા ખેલૈયાઓએ આપ્યો પ્રતિભાવ: નવરાત્રી પૂર્વે ટ્રેડિશનલ અને ભાતીગળ કપડાની ખરીદી માટે આવેલ ત્રિશા એ ઈટીવી ભારત સાથે ખાસ નવરાત્રીની ખરીદીને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો હતો. જણાવ્યું હતું આ વર્ષે ખાસ વિશેષ પ્રકારના ઘેર સાથેની ચણિયાચોળી આવી છે જે તેને ખૂબ જ પસંદ આવી છે. ખાસ કરીને અર્વાચીન ગરબામાં આ પ્રકારે ઘેરવાળા કપડાં પહેરીને ગરબે ઘુમવા થી એક અલગ પ્રકારનો માહોલ ઉભો થાય છે. જેથી તેમણે આ ખૂબ જ ઘેરવાળા ચણીયા ચોલી ની પસંદગી કરી છે.
વેપારીએ આપ્યો પ્રતિભાવ: ખાસ ટ્રેડિશનલ અને વિશેષ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન ચણીયા ચોલી અને ભાતીગળ કપડાના વેપારી નૈતિક પટોલીયા એ ઈ ટીવી ભારત સમક્ષ તેનો પ્રતિભાવ આપ્યો હતો. જણાવ્યું હતું કે પાછલા દિવસો દરમિયાન ચાર થી પાંચ હજાર જેટલી મહીલાઓએ ભાતીગળ અને ટ્રેડિશનલ કપડા ની ખરીદીને લઈને ગ્રાહકોની ભારે માંગ જોવા મળે છે. વર્તમાન સમયમાં તેમની પાસે 20 થી 22 પ્રકારના અલગ અલગ ટ્રેડિશનલ કપડા છે. પરંતુ આ વર્ષે સૌથી વધારે ખરીદી હોવાને કારણે તે સ્ટોક પૂરો થઈ ગયો છે. જેથી ગ્રાહકોની તમામ જરૂરિયાતોને પહોંચી વળવું હવે 48 કલાકમાં શક્ય નથી.