જૂનાગઢ ગીર જંગલમાં આવતા પ્રવાસીઓને સફારી દરમિયાન હવે શોલે જેવો નજારો જોવાની તક મળી શકે છે. આ તક પૂરી પાડશે જય અને વીરૂ. જી હાં, પરંતુ આ જય વીરૂ શોલે ફિલ્મવાળા નહીં, પરંતુ 2 નર સિંહ છે. આ 2 નર સિંહ જય વીરૂએ પાછલા ઘણા સમયથી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી ખડકબારી રેન્જમાં પોતાનું નવું રહેઠાણ બનાવ્યું છે. આ બંને યુવાન સિંહોને કેમેરામાં કેદ કરવાની તક વન્યજીવ ફોટોગ્રાફર કરીમ કડીવારને પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચો નવા વર્ષના વધામણા સાવજ સાથે, ગીર જંગલમાં પ્રવાસીઓનો જમાવડો
ગીર સફારીમાં પણ જોવા મળશે જય અને વીરૂની જોડી આગામી દિવસોમાં ગીર સાસણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શોલે ફિલ્મ જેવા દ્રશ્યો જોવાની તક પ્રવાસીઓને મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી સાસણ અને મેંદરડા વિસ્તારમાં જોડિયા સિંહ તરીકે જોવા મળતા યુવાન જય અને વીરૂની જોડી હવે સાસણ રાષ્ટ્રીય ઉદ્યાનની ખડકબારી રેન્જમાં જોવા મળી રહી છે. કુદરતના નિયમ અનુસાર, આ બંને યુવાન સિંહો ખડકબારી રેન્જમાં પોતાનો વિસ્તાર નક્કી કરતા હોય તેવા કુદરતી સંકેતો વન્ય જીવ ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં કેદ થયા છે.
કોઈ પણ જગ્યાએ સિંહ બનાવે છે નિવાસસ્થાન સિંહ જંગલની કોઈ પણ જગ્યા પર પોતાનું નવું નિવાસસ્થાન બનાવે છે. ત્યારે વીડિયોમાં જોવા મળતા કુદરતી સંકેતો સ્પષ્ટ કરી આપે છે કે, આગામી દિવસોમાં સમગ્ર ખડકબારી રેન્જ પર આ બંને યુવાન સિંહ જય અને વીરૂની જોડી રાજ કરતી જોવા મળશે. આ બંને યુવાન સિંહો 20 કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં જોવા મળતી સિંહણો પર આધિપત્ય જમાવે છે, જેના કારણે આ વિસ્તાર પર તેનો દબદબો ઊભો થાય છે.
આ પણ વાંચો સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં
ગીર સેન્ચ્યૂરીમાં ધરમ વીર પછી જય અને વીરૂની એન્ટ્રી ગીર સાસણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વર્ષો સુધી ધરમ અને વીર નામના બે સિંહની જોડી જંગલ વિસ્તારમાં આધિપત્ય જમાવેલી જોવા મળતી હતી, પરંતુ આ સિંહની જોડી અવસ્થા થવાના કારણે તૂટી જતા હવે જય અને વીરૂની યુવાન સિંહની બેલડી જંગલ વિસ્તારમાં આધિપત્ય જમાવતી જોવા મળશે. આ ખડકબારી રેજમાં પોતાનો નવો વિસ્તાર નિર્ધારિત કરતા પહેલા જય અને વીરૂની સિંહ બેલડી માલણકા કેનેડીપુર અને મધુવંતી ડેમ વિસ્તારમાં સતત જોવા મળતી હતી.
પ્રવાસીઓને જલસા 15મી ઓગસ્ટના દિવસે મધુવંતી ડેમ પર કરવામાં આવેલા રોશનીના શણગારમાં પણ આ બંને સિંહની બેલડી જોવા મળી હતી. ત્યારબાદ ઓક્ટોબર મહિનાથી જય અને વીરૂની સિંંહ બેલડી સતત ખડકબારી રેન્જમાં જોવા મળે છે. આ વિસ્તારમાં બંને નર સિંહ પોતાનો વિસ્તાર નક્કી કરતા હોય તેવા કુદરતી સંકેતો પણ કેમેરામાં કેદ થયા છે ત્યારે આવનારા દિવસોમાં ગીર સાસણ સફારી પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓને જંગલમાં પણ જય અને વીરુ નું શોલે જવાની તક મળી શકે છે.