જૂનાગઢ: કોરોના સામેની લડાઈમાં હવે સમગ્ર સમાજનો સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા બિન સરકારી શૈક્ષણિક સંસ્થાઓ પણ મેદાનમાં આવી હતી અને મુખ્યમંત્રી રાહત નિધિમાં તેમનો એક દિવસનો પગાર આપવાનો જિલ્લા શિક્ષક સંઘ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી શનિવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને અંદાજિત 39 લાખની રાશિનો ચેક આપવામાં આવ્યો હતો.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-05-help-photo-02-av-orona7200745_02052020205446_0205f_1588433086_575.jpg)
જિલ્લાના બિન સરકારી શિક્ષક સંઘે જિલ્લા શિક્ષણ અધિકારી નૈષધ મકવાણાની હાજરીમાં અને તેમના હસ્તે રૂપિયા 39 લાખ કરતા વધુની સહાયનો ચેક કલેક્ટર ડો સૌરભ પારધીને અર્પણ કરીને રાષ્ટ્રની સેવામાં શિક્ષકોએ તેમનું યોગદાન આપ્યું હતું.