જૂનાગઢ : આજે જૂનાગઢ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીઓ માટેનું મતદાન યોજવામાં આવ્યું હતું. સવારે 10:00 કલાકે જિલ્લા કોર્ટ મા ખાસ ઉભા કરવામાં આવેલા મતદાન મથકમાં વકીલોએ વર્ષ 2023 24 ના તેમના નવા પદાધિકારીઓને ચુટવા માટે ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. વહેલી સવારથી જ વકીલોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈને કાયદાકીય રીતે પણ લોકશાહી મજબૂત બને તે માટેનો પ્રયાસ કર્યો હતો.
જૂનાગઢ જિલ્લા વકીલ મંડળની ચૂંટણી : આજે જૂનાગઢ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. વહેલી સવારથી જ જિલ્લા કોર્ટ ખાતે ખાસ ઉભા કરવામાં આવેલા મતદાન મથકમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં વકીલોએ વર્ષ 2022 23 માટેના તેમના નવા પ્રતિનિધિને ચુટવા માટે ઉમળકાભેર મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. કાયદાકીય રીતે પણ મતદાન કરવાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે પણ આજનું મતદાન ખૂબ જ મહત્વનું બન્યું હતું. વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે જે આજે સાંજના પાંચ કલાક સુધી ચાલશે. ત્યારબાદ આવતીકાલે સવારે 10:30 કલાકે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મતગણતરી હાથ ધરવામાં આવશે અને સંભવત બપોરના 12:00 વાગ્યા સુધીમાં વર્ષ 2023 24 ના વકીલ મંડળના નવા પદાધિકારીઓની જાહેરાત થઈ શકે છે.
766 મતદારો 53 ઉમેદવારનું ભાવિ કરશે નક્કી : જૂનાગઢ જિલ્લા વકીલ મંડળમાં મતદાર તરીકે કુલ 766 જેટલા વકીલો નોંધાયેલા છે. જે ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા 53 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. જેમાં પ્રમુખ પદ માટે 1 અને ઉપપ્રમુખ પદ માટે 2 મત આપવા ફરજિયાત છે. જેમાં કોઈ ચૂક થાય તો તે મત રદ કરવામાં આવતો હોય છે. આજની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 03 ઉપ-પ્રમુખ માટે 05 સચિવ માટે 03 સંયુક્ત સચિવ માટે 04 ખજાનચી તરીકે 03 સિનિયર કારોબારી સભ્ય તરીકે 7 મહિલા અનામત કારોબારી માટે 04 અને કારોબારી સભ્યો માટે 24 ઉમેદવારો મળીને કુલ 53 ઉમેદવારોનું કાયદાકીય ભવિષ્ય આજે સાંજે 5:00 વાગ્યા સુધીમાં મત પેટીમાં સીલ થશે.
ચૂંટણી અધિકારીએ આપી વિગતો : જૂનાગઢ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં ખાસ ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા રાજેશ ઠાકરે ઈ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે જે રીતે આજે સમગ્ર રાજ્યમાં એક સાથે મોટાભાગના જિલ્લા વકીલ મંડળની ચૂંટણીઓ હાથ ધરાઈ છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન પણ વકીલોને પડતી સમસ્યાનું નિરાકરણ થાય તે માટે જિલ્લા અને રાજ્યની અદાલતોમાં તેમનો પક્ષ રાખવા માટે ચૂંટાયેલી પાંખ જરૂરી હોય છે. જેને કારણે વકીલ મંડળની પણ ચૂંટણીઓ કરવામાં આવે છે. ચૂંટાયેલા પદાધિકારીઓ વકીલોને પડતી તકલીફ સમસ્યા અને તેના નિરાકરણને લઈને જિલ્લા કોર્ટ અને રાજ્યની કોર્ટમાં વકીલોનો પક્ષ રાખી શકે તે માટે પણ આ ચૂંટણી ખૂબ મહત્વની માનવામાં આવે છે.