રવિવારે ગિરનારમાં 35મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યના 1488 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગિરનારને આંબવા માટે દોડ લગાવી હતી. રાજ્યના 22 જિલ્લામાંથી 1169 પુરૂષો અને 319 જેટલી મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. છેલ્લા 35 વર્ષથી જૂનાગઢની ગિરનારની તળેટીમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
આ સ્પર્ધામાં સિનિયર અને જુનિયર ભાઈઓ માટે ભવનાથથી અંબાજી મંદિર સુધીના 5500 પગથિયાં ચઢીને ઉતરવા માટે 2 કલાક જેટલો સમય આપવામાં આવ્યો છે. જ્યારે જુનિયર અને સિનિયર બહેનો માટે ભવનાથથી માંળી પરબ સુધીના 2200 પગથિયા ચઢીને ઉતરવા માટે 1.15 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. સ્પર્ધાનુ પરિણામ બપોરના 1 કલાકે જાહેર કરવામાં આવશે.