જૂનાગઢ : ગિરનારની ગોદમાં આવેલા અને જેને ગુપ્ત ગંગાના પ્રવેશ દ્વાર તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં આવતા જટાશંકર મહાદેવ મંદિર દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે ભવનાથની ગીરી તળેટીમાં મહાચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં ભાવિકો આહુતિ આપીને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેમજ લોકો ધર્મના માર્ગે પરત ફરે તે માટે યજ્ઞમાં આહુતી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : જીવ દયા પ્રેમીઓ દ્વારા અનોખો દોરા યજ્ઞ કરવામાં આવ્યો
વિશ્વના કલ્યાણ અર્થે મહાચંડી યજ્ઞનું આયોજન : ગિરનારની ગોદમાં આવેલા અને જેને ગુપ્ત ગંગાના પ્રવેશદ્વાર તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઓળખવામાં આવે છે તેવા જટાશંકર મંદિર ટ્રસ્ટ દ્વારા ભવનાથ તળેટીમાં સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે મહાચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ 26 તારીખે શરૂ કરાયો છે. જે આગામી ત્રીજી ફેબ્રુઆરી સુધી ચાલશે. નવ દિવસ દરમિયાન યજ્ઞમાં ભાગ લેનાર ભાવિકો કરોડો આહુતિઓ આપીને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેમજ વર્તમાન સમયમાં કલુષિત થયેલા વાતાવરણમાં વ્યક્તિઓ ફરી ધર્મના માર્ગે પરત ફરે તેવા આશય સાથે નવ દિવસ સુધી મહાચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુ જોડાયા છે અને નવ દિવસ દરમિયાન યજ્ઞમાં આહુતિ આપીને ધર્મ કાર્યમાં પોતાની યથાશક્તિનું દાન કરશે.
આ પણ વાંચો : જૂનાગઢના નવાબનું એવું સામ્રાજ્ય જેના આદેશથી બ્રિટિશ સરકારમાં તિરાડો પડતી
દસ મહાવિદ્યાનું કરાયું છે સ્થાપન : રામવાડી ખાતે નવ દિવસ દરમિયાન રાખવામાં આવેલા મહા ચંડી યજ્ઞમાં 10 મહાવિદ્યાનું સ્થાપન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર દસ મહાવિદ્યાને માતા પાર્વતીના અંશ સમાન માનવામાં આવે છે. દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા અને તેનું આચરણ થઈ શકે તે માટે એક સ્થળ પર 10 મહાવિદ્યાનું સ્થાપન કરાયું છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં માતા પાર્વતીનું પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞકુંડમાં ભસ્મ થયેલા માતા પાર્વતીજીનો દેહ લઈને દેવાધિદેવ મહાદેવ સમગ્ર અખિલ બ્રહ્માંડમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીના દેહના 10 ટુકડા કર્યા હતા. જે ભારત વર્ષના અલગ અલગ 10 જગ્યા પર પડ્યા હતા. જેને 10 શક્તિપીઠ તરીકે પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં પુજવામાં આવે છે.