ETV Bharat / state

કેશોદના 252 જેટલા મહિલા અને પુરુષોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો - રેલી યોજાઈ

આજે જૂનાગઢના કેશોદમાં બૌદ્ધ ધર્મ અંગીકારની ઘટના ઘટી છે. કુલ 252 હિન્દુ ધર્મના દલિત વર્ગના લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી છે. આ દીક્ષાંત સમારોહના ભાગ રુપે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક... Junagadh Keshod 252 Hindu Bauddh Religion

કેશોદમાં 252 હિન્દુઓએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 9:47 PM IST

બૌદ્ધ ધર્મનો અંગીકાર

જૂનાગઢઃ જિલ્લાના કેશોદમાં આજે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિન્દુ ધર્મના દલિત વર્ગના 135 મહિલા અને 117 પુરુષો એમ કુલ 252 હિન્દુઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. આ દીક્ષાંત કાર્યક્રમમાં બૌદ્ધ પ્રજ્ઞા રત્ન થેરો ભંતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિધિવત રીતે 252 લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. દીક્ષા લેનાર 252 લોકોએ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. બૌદ્ધ ધર્મના અંગીકાર પહેલા 252 લોકો દ્વારા કેશોદના ભગવાન બુદ્ધની પ્રતિમાથી આંબેડકર ભવન સુધી એક યાત્રા પણ યોજાઈ હતી.

બૌદ્ધ ધર્મ અંગીકારની અનેક ઘટનાઃ છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ અને કેશોદ શહેરમાં બૌદ્ધ ધર્મ અંગીકારની અનેક ઘટના સામે આવી છે. અત્યાર સુધી આ પંથકના હજારથી વધુ અનુયાયીઓ સનાતન અથવા હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે. આજના કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના બૌદ્ધ પ્રજ્ઞા રત્ન ભંતે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બૌદ્ધ ધર્મના દિગ્ગજ સંતગણ દ્વારા દીક્ષાર્થીઓને ભગવાન બૌદ્ધ દ્વારા સ્થાપિત ધર્મની પરંપરા ડૉ. આંબેડકર દ્વારા સૂચિત માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. આ દીક્ષાર્થીઓએ બૌદ્ધ ધર્મની 22 પ્રતિજ્ઞાઓના ચુસ્ત પાલનનું વચન પણ આપ્યું હતું.

આજે બૌદ્ધ ધર્મની દીક્ષા લેનાર તમામ દીક્ષાર્થીઓના સુખી જીવન માટે હું પ્રાર્થના કરું છું. સમ્રાટ અશોકના સમયમાં જોવા મળતા સંપ, સમાનતા, માનવતા, ભાઈચારો અને પ્રેમનું વાતાવરણ સમગ્ર ભારત વર્ષમાં ફરીથી પ્રસ્થાપિત થાય તેવી આશા સાથે હું સૌ દીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું...થેરો ભંતે(બૌદ્ધ પ્રજ્ઞારત્ન)

ભારતભરમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય તે અનુસંધાને આજે બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો. અમે બૌદ્ધ ધર્મને લઈને લોકો વધુ જાગૃત બને તે માટે પ્રયાસ કરીશું...બી એમ પરમાર(દીક્ષાર્થી, કેશોદ)

પ્રબુદ્ધ ભારતનું નિર્માણ થાય અને બહુજન હિતાય બહુજન સુખાયના માર્ગે દેશ આગળ વધે તે માટે અમે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી છે...દક્ષા વેગડા(દીક્ષાર્થી, કેશોદ)

  1. જામનગરમાં 286 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
  2. બનાસકાંઠા: પાલનપુરમાં 127 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.