જૂનાગઢ : ગીરની કેસર કેરીના સોનાના દિવસો આવ્યા હોવાનુું સામે આવ્યું છે. કોરોના સંક્રમણને કારણે ગીરની કેસર કેરીની નિકાસ ઠપ્પ થઈ ગયેલી જોવા મળતી હતી. જે જે ગત સિઝનમાં થોડે ઘણે અંશે શરૂ થયેલી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે ગીરની કેસર કેરીની માંગ ગલ્ફના દેશો જેવા કે દુબઇ, મસ્કત, કતાર, યુરોપ, ઇંગ્લેન્ડ અને કેનેડા જેવા દેશોમાં ભારે માંગ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં તાલાલા વિસ્તારમાંથી 80 મેટ્રિક ટન જેટલી ગીરની કેસર કેરીની નિકાસ ગલ્ફ દેશોમાં કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ કેરીની નિકાસને લઈને વાતાવરણ સ્પષ્ટ થતું જોવા મળશે.
આ પણ વાંચો : Kesar Mango Auction : સોમનાથના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીની અદા જોઈને ખેડૂતો થયા આકર્ષિત
13થી 18 પાઉન્ડ પ્રતિ ત્રણ કિલોના ભાવ : 18મી એપ્રિલે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. જેની સાથે નિકાસ પણ સતત જોવા મળે છે. અહીંથી 12, 9 અને 6 નંગના પેકિંગમાં કેસર કેરીની નિકાસ થઈ રહી છે. જેમાં પ્રત્યેક બોક્સના ખેડૂતોને 13થી લઈને 18 પાઉન્ડ મળી રહ્યા છે. જે ભારતીય રૂપિયા મુજબ 1400થી 1600 રૂપિયા પ્રતિ 03 કિલો કેસર કેરીના મળી રહ્યા છે. જેની સામે સ્થાનિક બજારમાં પ્રતિ 10 કિલો કેસર કેરીના 400થી લઈને 1050 સુધીના બજાર ભાવ મળી રહ્યા છે. નિકાસ થતી કેસર કેરીના બજાર ભાવ બમણા કરતા પણ વધુ જોવા મળે છે. તેને કારણે કેસર કેરીની નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો ભારે ખુશખુશાલ થયેલા જોવા મળે છે.
આ પણ વાંચો : Gujarat Weather: કમોસમી વરસાદને કારણે કેરી કઠોળ બાજરી સહિત ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન
એક્સપોર્ટ કરવા માટે કેરીનું ગ્રેડિંગ : તાલાળા નજીકથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનું પાલન કરવાની સાથે એક્સપર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને 12, 9 અને 6 નંગના પુઠાના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે, ત્યાંથી જેતે દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબરી માંગ જોવા મળી રહી છે. ગલ્ફના દેશોમાં પ્રતિદિન 10થી 12 ટન ગુણવત્તા યુક્ત કેસર કેરીની માંગ થઈ રહી છે. જેને આગામી દિવસોમાં ગીર પંથક પૂરી કરશે. તેવો વિશ્વાસ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.