જૂનાગઢ : હનુમાન જયંતીને લઈને આજે ગુજરાતના મોટા શહેરોથી લઈને નાનામાં નાના ગામડા ભારે ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢના ભવનાથમાં આવેલા અતિ પ્રાચીન લંબે હનુમાન મંદિરે પણ બજરંગબલી ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ રહી છે. વહેલી સવારથી હનુમાન દાદાના ભક્તોએ દર્શન કરીને પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી રહ્યા છે.
આ પણ વાંચો : Hanuman Jayanti 2023 : દરિયા કિનારે અને લીલાછમ જંગલ વચ્ચે હનુમાન મંદિરે ભક્તોની અનોખી આસ્થા
ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતી : ચૈત્ર સુદ પૂનમ એટલે કે, આજે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં આવેલા અને અતિ પૌરાણિક એવા લંબે હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. મહાઆરતી આભૂષણ શૃંગાર ચોલા દર્શન અને મહાભોગનું આયોજન કરાયું છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો હાજર રહીને હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. આજના દિવસે દાદાના ભક્તોને શુદ્ધ દેશી ઘી માંથી બનાવેલ 21,000 લાડુનો પ્રસાદ મંદિર દ્વારા ભાવપૂર્વક હનુમાનજી દાદાની પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Hanuman Jayanti: ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાન દાદા પોતાની પત્ની સાથે બિરાજમાન છે
મરાઠી ભક્તો આવ્યા ખાસ દર્શનાર્થે : હિન્દુ પંચાંગ મુજબ પ્રત્યેક મહિનામાં આવતી પૂનમના દિવસે મરાઠી ભક્તો પાછલા અનેક વર્ષોથી ભવનાથ આવી રહ્યા છે, ત્યારે આજે હનુમાન જયંતિના પાવન પ્રસંગે પણ મોટી સંખ્યામાં મરાઠી ભક્તો લંબે હનુમાન દાદાના દર્શન કરવા માટે મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. કેટલાક ભક્તો તો દર મહિનાની પૂનમે લંબે હનુમાન દાદાના દર્શન કરવા માટે દર મહિને આવી રહ્યા છે. જે હનુમાન દાદા પ્રત્યે તેમની શ્રદ્ધા અને અનન્ય આસ્થા પ્રગટ કરી રહ્યા છે, ત્યારે આજના દિવસે હનુમાનજી દાદાના પ્રાગટ્ય મહોત્સવ મરાઠી ભક્તોએ પણ દાદાના દર્શન કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી હતી.