જૂનાગઢ : ખેડૂતોએ રોગચાળો તેમજ વાતાવરણની પ્રતિકૂળતા સામે રક્ષણ મળી રહે તે માટે કાગળની બેગનું સુરક્ષા કવચ કરીને કેસર કેરીને બચાવવાનો અનોખો પ્રયાસ પાછલા બે વર્ષથી શરૂ કરાયો છે. ગત વર્ષે માત્ર પ્રારંભિક તબક્કામાં અખતરાના ભાગરૂપે આ પ્રયોગ 1000 કેરીઓમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં ધારેલી સફળતા ખેડૂતોને મળતા આ વર્ષે 20,000 જેટલી કેરીને સુરક્ષા કવચ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે.
બે કલરની થેલી બાંધવામાં આવે : કેરીની ખેતી સાથે જોડાયેલા ગોપાલભાઈ કેરીને ફૂગ, પવન, જીવાત, ભેજ અને ફળમાં અનોખા પ્રયોગને કરીને કૃત સફળતાઓ મળી છે. 35 વીઘાના આંબાવાડિયામાં આવેલા પ્રત્યેક આંબામાં લાગેલી કેરીને આ જ પ્રકારે સુરક્ષા કવચ પૂરું પાડીને ફળની ગુણવત્તા અને બજાર ભાવોમાં વધારો મેળવવાની ઈચ્છા ખેડૂત ગોપાલભાઈ રાખી રહ્યા છે. લાલ અને પીળા કલરની થેલી પ્રત્યેક કેરી પર બાંધવામાં આવી છે. જે કેરીને વિશેષ ઓળખ પણ આપે છે. લાલ કલરની બેગમાં રાખેલી કેરી આગોતરા આવરણની નિશાની પૂરી પાડે છે. તો પીળા કલરની થેલીમાં રાખેલી કેરી પાછતરા આવરણની ઓળખ આપે છે. જેથી કરીને કેરીને આંબા પરથી ઉતારતી વખતે પાછતરી કેરી ભૂલથી ન ઉતરી જાય તે માટે આ વિશેષ કલરની ઓળખ આપવામાં આવી છે.
કાગળની કોથળી ખર્ચમાં વધારો : કાગળની કોથળીથી ખેડૂતોને 20,000 કેરીને સુરક્ષા પૂરી પાડવા માટે 75 હજાર કરતાં વધુનો ખર્ચ થાય છે. એક કાગળની કોથળીની કિંમત 2.75 રુપિયા છે. તો બીજી તરફ કેરી પર આ કોથળીને લગાવવા પાછળ એક રૂપિયા જેટલી મજૂરી પણ ખેડૂતોને ચૂકવવી પડે છે. જેનો અંદાજીત ખર્ચ 20,000 કેરી પર 75 હજારની આસપાસ થાય છે. આમ ખેડૂતો કેરીને જે રીતે સુરક્ષા પૂરી પાડી રહ્યા છે, તેની પાછળ વિશેષ ખર્ચ કરી રહ્યા છે. પરંતુ તેમાંથી આવકનો વધારો થતાં આ ખર્ચ અંતે સરભર થતો જોવા મળે છે.
ખેડૂતો ઉતારાના બે મહિના પૂર્વે થેલીઓ કેરીમાં લગાવવી જોઈએ. જેને કારણે ફળના કદમાં ફાયદો થાય છે. કેરીમાં કોઈપણ પ્રકારના ડાઘા કે નુકસાની થતી નથી. જેથી ફળનો કલર એક સમાન જોવા મળે છે. જેને કારણે તેની બજાર કિંમત પણ અન્ય કેરીઓની સરખામણીએ ખૂબ જ વધારે જોવા મળે છે. સામાન્ય રીતે 800 રૂપિયા પ્રતિ 10 કિલોના ભાવે વહેચાતી કેરી વિશેષ પ્રકારે સુરક્ષાથી તૈયાર થયેલી કેરી બમણા જેટલા બજાર ભાવોમાં બજારમાં વહેંચવાતી જોવા મળે છે. -ગોપાલભાઈ (ખેડૂત)
દક્ષિણ ભારતમાં આ પદ્ધતિનો ઉપયોગ : દક્ષિણ ભારતના રાજ્યોમાં આ પ્રકારે ફળ પાકોને સુરક્ષિત કરવા માટે પ્રયોગો સમયાંતરે થતા રહે છે. કાગળની આ વિશેષ પ્રકારે તૈયાર થયેલી વોટરપ્રૂફ કોથળી હોવાની સાથે તેમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ જઈ શકે તે રીતે વિશેષ બનાવેલી હોય છે. વધુમાં તેમાંથી હવા પણ સામાન્ય રીતે પસાર થાય છે. જે કેરીના વિકાસ અને પ્રગતિ માટે અનુકૂળ માનવામાં આવે છે. સુરક્ષિત બનેલી પ્રત્યેક કેરીના ફળ માટે ખેડૂતોને કોઈપણ પ્રકારના જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડતો નથી. જેથી ખેડૂતોના ખર્ચમાં પણ રાહત જોવા મળે છે.
Gujarat Weather: કમોસમી વરસાદને કારણે કેરી કઠોળ બાજરી સહિત ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન
Kesar Mango Auction : સોમનાથના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીની અદા જોઈને ખેડૂતો થયા આકર્ષિત