જૂનાગઢ : ગત શનિવારની મધ્ય રાત્રે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં 40 વર્ષીય વિધવા રસીલાબેન માંડવીયાની હત્યા કરી નાખવામાં આવી હતી. જેનો જૂનાગઢ પોલીસે આજે ભેદ ઉકેલ્યો છે, હત્યામાં સામેલ મૃતક મહિલાના સસરા શંભુ માંડવીયાની સાથે તેના મિત્ર દુર્લભ વઘાસીયાની પણ પોલીસે અટકાયત કરીને ધોરણની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યામાં મદદગારી માટે મિત્રની અટકાયત : ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં શનિવારની મધ્યરાત્રી વિધવા મહિલા રસીલાબેન માંડવીયાની હત્યા કરીને તેને આત્મહત્યામાં ખપાવવાનું કારસ્તાનનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત શનિવારની મધ્યરાત્રીએ મૃતક રસીલાબેનના સસરા શંભુ માંડવીયાએ રસીલાબેનને માથામાં લાકડી ફટકારીને ઘરમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી, ત્યારબાદ તેને પંખા સાથે લટકાવીને રસીલાબેન આત્મહત્યા કરી છે તેમ ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને પોલીસે ઉજાગર કર્યો છે. શંભુ માંડવીયાની સાથે તેમના બચપનના મિત્ર દુર્લભ વઘાસીયાની પણ હત્યામાં મદદગારી માટે જૂનાગઢ પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક રશીલાબેનના પતિનું પાંચ વર્ષ પૂર્વે અવસાન થઈ ગયું છે. ત્યારબાદ વીમા કંપનીમાં કરેલા રોકાણને લઈને તેમને દસ લાખ રૂપિયાની રકમ મળવાપાત્ર થતી હતી, ત્યારે મૃતક રસીલાબેનના સસરા શંભુ માંડવીયા વિમાની રકમ તેમની પુત્રવધુ તેમના પુત્ર જયેશના સંતાનોને નહીં આપીને રૂપિયા લઈને અન્ય પુરુષ સાથે લગ્ન કરી લેશે તેવી શંકાને ધ્યાને રાખીને તેની હત્યા કરી હતી. આ હત્યામાં શંભુ માંડવીયાએ તેના બચપનના મિત્ર દુર્લભ વઘાસીયા એ પણ મદદગારી કરી હોવાને કારણે તેમની પણ પોલીસે અટકાયત કરી છે. - રવિ તેજા વાસમશેટ્ટી (પોલીસ અધિક્ષક)
હત્યા પાછળ આર્થિક કારણ જવાબદાર : રસીલાબેન માંડવીયાની હત્યા પાછળ આર્થિક કારણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આજથી પાંચ વર્ષ પૂર્વે મૃતક રસીલાબેનના પતિ જયેશભાઈ માંડવીયાનું અવસાન થયું હતું. જયેશભાઈ દ્વારા વીમા કંપનીઓમાં કરેલા રોકાણને કારણે રસીલાબેનને વિમાના અંદાજિત દસ લાખ રૂપિયા મળવા પાત્ર થતા હતા. જેને લઈને તેના સસરાએ રસીલાબેનની હત્યા કર્યાનુ સામે આવ્યું છે. મનમાં શંકા રાખીને શંભુ માંડવીયાએ રસીલાબેન વિમાના પૈસા લઈને અન્ય પુરુષ સાથે લગ્ન કરી લેશે તેવી શંકાને આધારે તેની હત્યા નીપજાવી નાખી હતી.
- Ahmedabad News: સરદારનગરમાં શાકભાજીની લારી ઉભી રાખવા મામલે યુવકની હત્યા, પોલીસે આરોપીને દબોચ્યો
- Ahmedabad News : USAમાં અમદાવાદના વધુ એક યુવકની અપહરણ બાદ હત્યા, 1 લાખ US ડૉલર-70 કિલો ડ્ર્ગ્સની માંગી ખંડણી
- Navsari Crime News : ગણદેવીના દુવાડા ગામમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી