જૂનાગઢ : ગઈ કાલે રાત્રિના સમયે કેશોદના જલારામ મંદિર નજીક આંગડિયા પેઢીના સંચાલક લૂંટાયાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા યુવાનો પેઢીના સંચાલક પ્રફુલભાઈ ગોટેચા પાસેથી અંદાજિત 12,50,000 કરતાં વધુની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા છે. સમગ્ર મામલામાં ફરિયાદી પ્રફુલભાઈ ગોટેચા દ્વારા કેશોદ પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આંગડિયા પેઢીના સંચાલક પ્રફુલભાઈ ગોટેચા લૂંટનો ભોગ બન્યા છે. તેની ફરિયાદને આધારે પોલીસે તાબડતોડ કામગીરી શરૂ કરી છે. સીસીટીવીમાં જોવા મળતા શંકાસ્પદ એકટીવા અને તેના પર જઈ રહેલા બે યુવાનોને પકડી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદીના નિવેદન મુજબ થેલાની અંદર રોકડ 12,50,000 કરતાં વધુની રકમ હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલો આંગડિયા લૂંટ સાથે સંકળાયેલો હોવાથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બી. સી. ઠક્કર ( ડીવાયએસપી, કેશોદ )
આંગડિયા પેઢીનો સંચાલક લૂંટાયો : કેશોદના આંગડિયા પેઢીના સંચાલક પ્રફુલભાઈ ગોટેચા ગત રાત્રિના સમયે લૂંટનો શિકાર બન્યા છે. કેશોદમાં જલારામ મંદિર નજીક રહેતા પ્રફુલભાઈ ગોટેચા જૂનાગઢના ગડુ નજીક વી પટેલ નામની આંગડિયા પેઢીનું સંચાલન કરી રહ્યા હતાં. ગઈ કાલે રાત્રિના સમયે પેઢીનું કામકાજ પૂર્ણ કરીને તેઓ બસ મારફતે કેશોદ આવી રહ્યા હતાં. ત્યારે જલારામ મંદિર નજીક અજાણ્યા એકટીવા ચાલક બે યુવાનોએ પ્રફુલભાઈ ગોટેચા પાસે રહેલા અંદાજિત 12,50,000 કરતાં વધુના થેલાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતાં. સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ આંગડિયા પેઢીના સંચાલક પ્રફુલભાઈ ગોટેચા દ્વારા કેશોદ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે લૂંટારુ યુવાનોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ફરિયાદને આધારે પોલીસ તપાસ : આંગડિયા પેઢીનો સંચાલક કેશોદમાં લૂંટાયો છે તેવી જાણ મળતા જ કેશોદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી.પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં કાળા રંગનું એક એકટીવા કે જેનો નંબર 5747 જોવા મળી રહ્યો છે તેના પર સવાર બનેલા બે ઈસમો પ્રફુલભાઈ પાસેથી રોકડ રકમનો થેલો લૂંટીને ફરાર થઈ જતા હોય તેવું સામે આવ્યું છે. સમગ્ર મામલામાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને એકટીવા ચાલક બંને લૂંટારું યુવાનોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી પોલીસને લૂંટારુ યુવાનોને પકડી પાડવામાં હજુ સુધી સફળતા મળી નથી.