ETV Bharat / state

Junagadh Corporation Budget 2022:કરવેરા વધાર્યા વગર સતત બીજા વર્ષે જૂનાગઢ કોર્પોરેશનનું બજેટ થયું રજુ - Junagadh Standing Committee Meeting

જૂનાગઢ મહાનગરપાલિકા વર્ષ 2022નું (Junagadh Corporation Budget 2022)સામાન્ય અંદાજપત્ર આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જૂનાગઢના મેયરને સુપ્રત કરવામાં આવ્યું હતું. કમિશનરે 404.72 કરોડની લાગત વાળું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કર્યું હતું. જેમાં કેટલાક કરવેરામાં વધારાનું સૂચન પણ કરાયું હતું. આગામી દિવસોમાં સામાન્ય સભામાં વર્ષ 2022 / 23 ના બજેટને મંજૂરીની મહોર મારવામાં આવશે.

Junagadh Corporation Budget 2022:કરવેરા વધાર્યા વગર સતત બીજા વર્ષે જૂનાગઢ કોર્પોરેશનનું બજેટ થયું રજુ

author img

By

Published : Feb 8, 2022, 5:19 PM IST

જૂનાગઢઃ શહેર મનપાનું વર્ષ 2022 / 23 નું સામાન્ય અંદાજપત્ર (Junagadh Corporation Budget 2022)આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જૂનાગઢના મેયર ગીતાબેન પરમારને સુપ્રત કરવામાં આવ્યું હતું. કમિશનરે 404.72 કરોડની લાગત વાળું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કર્યું હતું. જેમાં કેટલાક કરવેરામાં વધારાનું સૂચન પણ કરાયું હતું. પરંતુ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનર (Junagadh Standing Committee Meeting)દ્વારા રજુ કરાયેલું કરબોજ વાળું બજેટ રદ કરીને ગત વર્ષની માફક આ વર્ષે પણ એક પણ પ્રકારના કરવેરાના વધારા કર્યા વગરનું વર્ષ 2022/ 23નું 395. 61 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા એ જૂનાગઢના મેયર ગીતાબેન પરમારને સુપ્રત કર્યું હતું કે આગામી દિવસોમાં સામાન્ય સભામાં વર્ષ 2022 / 23 ના બજેટને મંજૂરીની મહોર મારવામાં આવશે.

જૂનાગઢ કોર્પોરેશન

2022 / 23 માં જૂનાગઢ મનપાને થશે 86.88 લાખની પુરાંત

વર્ષ 2022 / 23ના સામાન્ય અંદાજપત્ર 157. 21 કરોડ રેવન્યુ ઉપજ સાથે 238.15 કરોડ કેપિટલ ઉપજ મળીને કુલ 345. 36 કરોડની આવક વર્ષ 2022 / 23માં જૂનાગઢ મનપાને થશે. જેની સામે 156.59 કરોડ રેવન્યુ અને 238.15 કરોડ કેપિટલ ખર્ચમાં જૂનાગઢ મનપાને થશે. જેની કુલ આવક 345.36 કરોડની આસપાસ થવા જાય છે. આમ વર્ષના અંતે જૂનાગઢ મનપાને 86.88 કરોડની સિલક પુરાંત માં મળતી જોવા મળશે મહેકમ ખર્ચ 50 કરોડની 40 લાખનો પણ થવાનો અંદાજ સ્ટેન્ડિંગ કમિટીએ લગાવ્યો છે.

આગામી વર્ષમાં જૂનાગઢ મહાનગરમાં આકાર લેશે અનેક નવી યોજના

વર્ષ 2022- 23 ના વર્ષમાં ગ્રીન જૂનાગઢ અંતર્ગત 10 લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. સાથે સાથે વરસાદી પાણીને હાર્વેસ્ટિંગ કરીને જમીનમાં ઉતારવા માટે પણ 10 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહિત કરવા માટે અનુક્રમે 10 અને 20 લાખની વધારાની જોગવાઈ વર્ષ 2022 -23 ના બજેટમાં કરવામાં આવી છે. વધુમાં ગિરનારમાં આયોજિત થતી આરોહણ અને અવરોહણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ મળે તે માટે વર્ષ 2022- 23ના બજેટમાં વધારાના ત્રણ લાખની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં કૈલાશ માનસરોવર યાત્રા(Kailash Mansarovar Yatra) પૂર્ણ કરીને આવેલા જૂનાગઢના યાત્રિકોને 5,100 રૂપિયાના પ્રોત્સાહક ઇનામ માટે પણ યોજના બનાવવામાં આવી છે જેમાં પાંચ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ VMC Budget 2022: વડોદરા કોર્પોરેશનનું 3867 કરોડનું બજેટ મંજૂર, બોરિંગના પાણી માટે પૉલિસી બનશે

આ સિવાય સિનિયર સીટીઝનો માટે પણ અલગ પાર્કની કરાઈ જોગવાઈ

વર્ષ 2022- 23ના વર્ષમાં સિનિયર સિટીઝનને પણ ધ્યાને રાખીને નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. જૂનાગઢના પૂર્વ સાંસદ ભાવનાબેન ચિખલીયાના નામ સાથે જોડીને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં નવા સત્સંગ ભવનની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ વર્ષ દરમિયાન લોકો અને ખાસ કરીને બહારથી આવતા યાત્રિકો ગીરનારને જાણી અને માણી શકે તે માટે ગિરનાર ઉત્સવના આયોજનનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને વર્ષ 2022ના બજેટમાં તેના માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જૂનાગઢના પૂર્વ નગરપતિ નરસિંહ પઢિયારની યાદમાં 30 લાખના ખર્ચે સિનિયર સીટીઝન પાર્ક બનાવવાની યોજના પણ બજેટમાં રાખવામાં આવી છે. તો પ્રાચીન ધરોહર અને ધાર્મિકતા સાથે જોડાયેલા દામોદર કુંડમાં લાઈટ અને સાઉન્ડ શોનું આયોજન થાય તે માટે પણ વિશેષ આયોજન બજેટમાં સૂચવવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલા કતલખાને શહેરની બહાર ખસેડવાની પ્રતિબધ્ધતા પણ આ વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Budget of Ahmedabad Corporation : અમદાવાદ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જાણો ક્યાં ક્ષેત્રમાં કેટલું બજેટ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.