જૂનાગઢઃ સિવિલ હોસ્પિટલના વિડિયો સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં છેલ્લા એક અઠવાડિયાથી વાયરલ થઇ રહ્યા છે, આ વીડિયોમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર કરવામાં નથી આવી અને મોટાભાગની વ્યવસ્થાઓ ચકનાચૂર જોવા મળી રહી છે. તે પ્રકારના વીડિયો છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં રવિવારના રોજ વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેને ધ્યાને લઇને જિલ્લા કલેકટર દ્વારા વીડિયો વાયરલ કરનાર દરેક વ્યક્તિઓ સામે આકરી કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ માહિતી તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરીને આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને નિર્દેશો આપ્યા છે.
બે દિવસ અગાઉ પણ જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલના કેર સેન્ટરનું રજીસ્ટર ચોરી કરીને કેટલાક લોકો તેમાં રજીસ્ટરનો થયેલો ડેટા કોરોના સંક્રમિત દર્દીઓના મોત સાથે સરખાવીને લોકોમાં ભય ફેલાઈ તે પ્રકારે સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં વાયરલ કર્યું હતું, ત્યારથી કલેક્ટરે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ચાર્જ લીધો છે અને છેલ્લા ત્રણ દિવસથી તમામ વ્યવસ્થાઓને પોતે જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો જૂનાગઢ જિલ્લા અને શહેરમાં ભય ફેલાઈ તે પ્રકારે અન્ય હોસ્પિટલોના વીડિયો જુનાગઢના નામે ચડાવીને સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં ફેલાવી રહ્યા છે. જેની સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ તેમના ટ્વિટર હેન્ડલ મારફતે આપી છે.