ETV Bharat / state

જૂનાગઢના ધારાસભ્ય સહિત તેમના પુત્રોને પણ 1 વર્ષની સજા

વર્ષ 2008માં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમના પુત્ર દ્વારા અમરાપુરના એક વ્યક્તિને માર મારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મામલે કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Feb 20, 2021, 6:53 PM IST

  • વર્ષ 2008ના એક મામલામાં મેંદરડા કોર્ટે આપ્યો આજે ચુકાદો
  • જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત તેમના ત્રણેય પુત્રોને એક વર્ષની સાદી કેદની સજા
  • ભીખાભાઈ જોશી સહિત ત્રણેય પુત્રોને કેદની સાથે પાંચ હજારનો ફટકારાયો દંડ

જૂનાગઢઃ જિલ્લા ધારાસભ્ય ભીખાભાઈ જોશીને આજે મેંદરડા કોર્ટે વર્ષ 2008માં તેમની વિરુદ્ધ થયેલા એક મામલામાં તેમના ત્રણેય પુત્રો સહિત તેમને એક વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ ફટકારવાનો આદેશ કરતા જૂનાગઢના રાજકારણમાં ચકચાર મચી હતી. વર્ષ 2008માં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભીખાભાઈ જોશી અને તેમના પુત્ર દ્વારા અમરાપુરના એક વ્યક્તિને માર મારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે.

મેંદરડા કોર્ટે ચુકાદો આપ્યો

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત તેમના ત્રણેય પુત્રોને એક વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ ફટકારતી મેંદરડા કોર્ટે આજે જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જાય એવા સમાચાર મેંદરડાથી આવ્યા હતા. વર્ષ 2008ના એક મામલામાં આજે મેંદરડા કોર્ટે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી સહિત તેમના ત્રણેય પુત્રોને એક વર્ષની સાદી સજા અને પાંચ હજારનો દંડ ફટકારવાનો ચુકાદો આપ્યો હતો. જેને લઈને જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. વર્ષ 2008માં અમરાપુર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ફરિયાદી મુગર મામદ દ્વારા ભીખાભાઈ જોશી અને તેમના ત્રણેય પુત્રો વિરુદ્ધ માર મારવાની અને પૈસા લૂંટી જવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જ મેંદરડા કોર્ટે ચુકાદો આપ્યો છે.

જૂનાગઢ

કોર્ટે તમામ આરોપીને જામીન આપ્યા

ચુકાદો આવ્યા બાદ ભીખાભાઈ જોશી સહિત તેમના ત્રણેય પુત્રોએ ઉપલી કોર્ટમાં જવા માટેના જામીન વિધિવત માગ્યા હતા. જેને મેંદરડા કોર્ટે પાંચ હજારના મુચલકા તમામ ચારેય આરોપીને જામીન પર મુક્ત કરવાનો આદેશ પણ કર્યો હતો પરંતુ 2008ના આ મામલામાં આજે ચુકાદો આવતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. જે તે સમયે ભીખાભાઈ જોશી અને તેમના પુત્રો દ્વારા અમરાપુર ગામના મોગર મામદ પર માર મારવાની ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમા મેંદરડા કોર્ટે આજે એક વર્ષની સાદી સજા અને પાંચ હજારનો દંડ ફટકારવાનો ચુકાદો ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને એમના ત્રણે પુત્ર વિરુદ્ધ સંભળાવ્યો હતો પરંતુ ચુકાદા બાદ કોર્ટે તમામ આરોપીને અદાલતમાં જવા માટે જામીન પણ આપી દીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.