ETV Bharat / state

વિસાવદર વિધાનસભા બેઠકનો રોચક રાજકીય ઇતિહાસ, અહીં કોંગ્રેસનું પ્રભુત્વ વધતું રહ્યું છે - ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) વિશે.

વિસાવદર વિધાનસભા બેઠકનો રોચક રાજકીય ઇતિહાસ, અહીં કોંગ્રેસનું પ્રભુત્વ વધતું રહ્યું છે

author img

By

Published : Oct 11, 2022, 11:46 PM IST

જૂનાગઢ ગણતરીના દિવસોમાં જ હવે રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) ની જાહેરાત થશે. રાજ્યની 182 બેઠકો પૈકી જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ સહિત માણાવદર વિસાવદર માંગરોળ અને કેશોદ મળીને એમ કુલ પાંચ બેઠકો આવેલી છે. વર્ષ 2017 ની સામાન્ય ચૂંટણીમાં જિલ્લાની પાંચ બેઠકો પૈકી કેશોદ વિધાનસભા બેઠકને બાદ કરતાં વિસાવદર માણાવદર માંગરોળ અને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યા હતાં. વર્ષ 2019માં માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈને ફરી પેટા ચૂંટણીમાં વિજય મેળવીને રાજ્ય વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. ત્યારે થોડા જ દિવસો પૂર્વે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે હાલ વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) ખાલી પડેલી જોવા મળે છે.

મતદારોમાં મોટી સંખ્યા પાટીદારોની છે
મતદારોમાં મોટી સંખ્યા પાટીદારોની છે

વિસાવદર વિધાનસભા બેઠક ડેમોગ્રાફી વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) પર પાટીદાર મતદારો આજે પણ દબદબો ધરાવી રહ્યા છે. પાટીદાર સિવાય અહીં મુસ્લિમ દલિત આહીર ક્ષત્રિય બ્રાહ્મણ કોળી જ્ઞાતિના મતદારો મહત્વ રાખે છે. પરંતુ કોઈ પણ ઉમેદવારને જીતવા માટે એકમાત્ર પાટીદાર મતનો સહારો લેવો પડે છે. જેને કારણે અહીંથી તમામ રાજકીય પક્ષો પાટીદાર આગેવાનને તેમનો સતાવાર ઉમેદવાર બનાવે છે. વિસાવદર વિધાનસભા બેઠક પર 1,35,141 પુરુષ અને 01,24 097 મહિલા મતદારો મળીને કુલ 2,59,241 મતદારો વિધાનસભા બેઠક પર નોંધાયા છે જેમાં 1,25,000 ની આસપાસ લેઉવા પાટીદાર 18 થી 20 હજાર લઘુમતી 19 હજારની આસપાસ દલિત મતદારો 20,000 જેટલા આહિર 19 થી 20 હજાર ક્ષત્રિય મતદારો 12 હજાર બ્રાહ્મણ 13 થી 15 હજાર કોળી 10 થી 12 હજાર લોહાણા અને 18 થી 20 હજાર અન્ય જ્ઞાતિના મળીને કુલ 2,59,241 મતદારો મત આપવાનો અધિકાર ધરાવે છે.

અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2012 થી વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) ફરી એક વખત કોંગ્રેસનો ગઢ બનવામાં સફળ રહી હતી અહીંથી સતત બે વખત કોંગ્રેસના હર્ષદ રિબડીયા ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. 2012 પૂર્વે અહીંથી ભાજપના જ પાટીદાર અગ્રણીઓ ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતાં. જેને તોડવામાં કોંગ્રેસને 2012માં સફળતા મળી અને સતત દસ વર્ષ સુધી અહીંથી હર્ષદ રીબડીયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને રાજ્ય વિધાનસભામાં પહોંચ્યા હતા. અહીંથી પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને કૃષિપ્રધાન કનુભાઈ ભાલાળા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક ગુજરાત રાજ્યને બે વખત મુખ્યપ્રધાન આપવાનું બહુમાન પણ ધરાવે છે.

હર્ષદ રિબડીયાએ તાજેતરમાં ભાજપનું કમળ પકડી લીધું છે

અત્યાર સુધી આ બેઠક ( Visavadar Assembly Seat ) પર ભાજપ અને કોંગ્રેસનો સત્તા સમાન્યંતરે બદલાઈ રહી છે. વર્ષ 1995થી સતત બે વખત ભાજપના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા ત્યારબાદ તેમના પુત્ર ભરત પટેલનો વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પરાજય થયો હતો. ત્યારબાદ ભાજપે ફરી પકડ જમાવવા માટે અહીંથી સ્થાનિક ઉમેદવાર કનુભાઈ ભાલાળાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતાં. તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા અને રાજ્ય સરકારમાં કૃષિ પ્રધાન પણ બન્યા. ત્યાં સતત દસ વર્ષથી હર્ષદ રિબડીયા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજ્યની વિધાનસભામાં વિસાવદર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતાં.જે તાજેતરમાં ભાજપમાં જોડાઇ ગયાં છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષદ રિબડીયાને 81822 મત મળતાં તેમની જીત થઇ હતી. તેમની સામે ભાજપના કિરીટ પટેલે ચૂંટણી લડી હતી જેમને 58781 મત મળ્યાં હતાં.

વિસાવદર વિધાનસભા બેઠકની ખાસિયત વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) ખેડૂતો અને ગ્રામ્ય મતદારો ધરાવતી હોવાને કારણે અહીં ખેડૂત અને ગામડાના મતદારોની વિશેષ પકડ જોવા મળે છે. મોટેભાગે પાટીદાર બહુલિક મતદારો ધરાવતી હોવાને કારણે પણ આ બેઠક પાટીદાર માટે સુરક્ષિત માનવામાં આવે છે. જેને કારણે જ અહીંથી ચૂંટાયેલા ધારાસભ્ય પાટીદાર સમાજમાંથી આવેલા જોવા મળે છે. વધુમાં આ બેઠક કૃષિ આધારિત અર્થતંત્ર તેમજ સિહોના વસવાટને કારણે પણ અલગ કરી આવે છે. જિલ્લાના કરોડરજ્જુ સમાન કૃષિ અર્થતંત્રને વિસાવદર વિધાનસભા બેઠક મહત્વનું પીઠબળ પૂરું પાડે છે.

પાટીદાર પ્રભુત્વ
પાટીદાર પ્રભુત્વ

સ્થાનિક રોજગારીનો અભાવ સમગ્ર વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવે છે પરંતુ અહીં સ્થાનિક સ્તરે સ્વરોજગારીનું નિર્માણ થઈ શકે તેવા એક પણ એકમ હજુ સુધી ઉભા કરવામાં આવ્યા નથી. વર્ષોથી અહીં સિંહો સતત જોવા મળે છે પરંતુ જે રીતે સાસણમાં પર્યટન ક્ષેત્રનો વિકાસ થયો તેવી રીતે અહીં કોઈ પણ પ્રકારની પર્યટન પ્રવૃત્તિને લઈને હજુ સુધી વિચાર કરાયો નથી. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ચોમાસા દરમિયાન મુખ્યત્વે મગફળીનો પાક પુષ્કળ પ્રમાણમાં લેવામાં આવે છે. પરંતુ અહીં કોઈ મોટી ઓઇલ મીલ કે મગફળી આધારિત સ્વરોજગારીનું નિર્માણ કરી શકે તેવા નાના ગજાના ઉદ્યોગોનું પણ સ્થાપન સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવ્યુ નથી. જેને લઈને વિસાવદર વિધાનસભા બેઠક વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે.

વિસાવદર મતક્ષેત્રની અપેક્ષા
વિસાવદર મતક્ષેત્રની અપેક્ષા

વિધાનસભા બેઠકમા અનેક છે સમસ્યાઓ વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) સમસ્યાઓથી ઘેરાયેલી બેઠક તરીકે પણ ઓળખાય છે. ખેડૂતોની દિવસે ખેતીલાયક વીજળી મળી રહે તેની માંગ આજે પણ થઈ રહી છે તેમ છતાં હજુ પણ ખેતીલાયક વીજળી રાત્રિના સમયે અને તે પણ અપૂરતી પૂરી પાડવામાં આવી રહી છે. વધુમાં આ વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓનો સતત ખતરો ખેડૂતો ગામ લોકો અને ખેત મજૂરો પર જોવા મળે છે. હિંસક પ્રાણીઓ જંગલ વિસ્તારની બહાર ન નીકળે તેને લઈને અનેક વખત રજૂઆતો થઈ છે પરંતુ આજે પણ સમગ્ર વિસાવદર વિધાનસભા બેઠક પર સિહો જંગલમાં ઓછા અને ખેતરોમાં વધારે જોવા મળી રહ્યા છે.

આરોગ્ય અને શિક્ષણની સેવા પણ નહીવત સમગ્ર વિસાવદર વિધાનસભા બેઠક ( Visavadar Assembly Seat ) પર આરોગ્ય અને શિક્ષણને લઈને પણ સેવાઓ બિલકુલ નહિવત જોવા મળે છે અહીં કોઈ મોટી હોસ્પિટલ કે શૈક્ષણિક સંસ્થાનો આજે પણ અભાવ જોવા મળે છે. લોકો આકસ્મિક તબીબી સવલતો માટે મોટી હોસ્પિટલો તરફ જવા માટે મજબૂર બને છે. તો બીજી તરફ સમગ્ર વિધાનસભા મતવિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક પણ મોટી શૈક્ષણિક સંસ્થાઓ જોવા મળતી નથી. જેને કારણે પણ વિદ્યાર્થીઓએ સ્થાનિક શિક્ષણ પૂરું કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જૂનાગઢ શહેર અને રાજ્યના અન્ય શહેરો તરફ નજર દોડાવવી પડે છે.આ કારણે વિદ્યાર્થીઓના વાલીને તેમના સંતાનો પાછળ થતા શિક્ષણના ખર્ચમાં પણ ખૂબ મોટું રોકાણ કરવું પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.