ETV Bharat / state

આધુનિક સુખસુવિધા વગર પણ રાજનીતિ થઈ શકે છે, કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખ જાહેર થતા જ ત્રણેય પક્ષોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જૂનાગઢના માંગરોળ વિધાનસભા બેઠક પરથી છેલ્લા બે વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજા સામાન્ય (Congress MLA believes in Simplicity) કહી શકાય તેવા ઘરમાં તેમના સંયુક્ત પરિવાર સાથે રહે છે. તેઓ તમામ પ્રકારની સુખ સુવિધા વિહોણા ઘરમાં રહે છે. ચાલો જાણીએ શું કહે છે તેઓ પોતાના રાજનીતિ વિશે.

આધુનિક સુખસુવિધા વગર પણ રાજનીતિ થઈ શકે છે, કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજા
આધુનિક સુખસુવિધા વગર પણ રાજનીતિ થઈ શકે છે, કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજા
author img

By

Published : Nov 15, 2022, 7:41 PM IST

જૂનાગઢ જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠક (Mangrol assembly seat) પરના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજા સાદગીનો પર્યાય રાજકીય ક્ષેત્રમાં (Gujarat Assembly Election 2022) દબદબો ધરાવતા લોકો માટે બની રહ્યા છે. પાછલી બે વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અને આ વર્ષે ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી (Mangrol assembly seat of Junagadh district) લડતા બાબુભાઈ વાજા આજે પણ એકદમ સામાન્ય કહી શકાય તેવા ઘરમાં તેમના સંયુક્ત પરિવાર સાથે રહે છે. ધારાસભ્યનું ઘર એકદમ સામાન્ય અને બિલકુલ આધુનિક સુખ સુવિધા વિનાનું જોવા મળે છે, પરંતુ અહીં ધારાસભ્ય બાબુભાઈ વાજાની સાથે તેમના સંયુક્ત પરિવાર સુખના દિવસો પસાર કરી રહ્યા છે.

જુનાગઢ જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજા સાદગીનો પર્યાય રાજકીય હસ્તીઓમાં બની રહ્યા છે

સાદગીનો પર્યાય માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા જૂનાગઢ જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) બાબુભાઈ વાજા સાદગીનો પર્યાય રાજકીય હસ્તીઓમાં બની રહ્યા છે. જિલ્લાના ગળુ ગામમાં (Galu Village of Junagadh District) રહેતા બાબુભાઈ વાજા આજે પણ એકદમ સામાન્ય કહી શકાય તેવા ઘરમાં સંયુક્ત પરિવાર સાથે રહે છે. વર્ષ 2015 ની પેટા ચૂંટણી અને ત્યારબાદ યોજાયેલ 2017ની સામાન્ય ચૂંટણીઓમાં બાબુભાઈ વાજા માંગરોળ વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે.

માંગરોળના ધારાસભ્ય સામાન્ય ઘરમાં રહે છે આજે પણ તેઓ તેમના પૂર્વજો દ્વારા બનાવવામાં આવેલા અને તેમને વારસામાં મળેલા એકદમ સામાન્ય કહી શકાય તેવા ઘરમાં પરિવારના સભ્યો સાથે રહે છે. વર્તમાન સમયમાં ધારાસભ્યો આધુનિક સુખ સુવિધાઓ અને મહેલોમાં રહેતા જોવા મળે છે. તેની વિપરીત માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા આજે પણ એકદમ સામાન્ય કહી શકાય તેવા નળિયાવાળા અને તમામ પ્રકારની સુખ સુવિધા વિહોણા ઘરમાં પરિવાર સાથે રહેતા જોવા મળે છે.

નસીબથી મળેલું સદાય કાયમ હોય છે, બાબુભાઈ વાજા ધારાસભ્ય બાબુભાઈ વાજાની ETV BHARATની સાથેની મુલાકાતમાં તેમણે વાત કરતા જણાવ્યું હતું કે, નસીબથી મોટું કોઈ નથી. નસીબમાં જે લખાયેલું છે તેને કોઈ રોકી શકતું નથી. તેનાથી વધારે કોઈ આપી શકે તેમ નથી. તેઓ આજે પણ નળિયાવાળા અને બિલકુલ સામાન્ય ઘરમાં રહેવાને પોતે નસીબદાર હોવાનું માની રહ્યા છે. વર્ષોથી તેઓ આ જ મકાનમાં રહે છે. અહીંથી જ તેમને રાજનીતિની શરૂઆત કરી પાછલી બે વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પણ આ નળિયાવાળા મકાનમાં ઘડી હતી. બે વખત બાબુભાઈ વાજા માંગરોળ વિધાનસભા બેઠક જીતવા સમર્થ બન્યા તેઓ માને છે કે આધુનિક સુખ સુવિધાઓનો અભાવ તેમના જીવનમાં ક્યારેય અવરોધ રુપ બન્યો નથી. તેમના પરિવારના સભ્યો પણ આધુનિક સુખ સુવિધાની કોઈ માંગ કરતા નથી. જેને કારણે તેઓ તેમના પૂર્વજો દ્વારા મળેલા મકાનમાં આજે પરિવાર સાથે રહે છે.

આધુનિક સુખસુવિધા વગર પણ રાજનીતિ થઈ શકે છે બાબુભાઈ માને છે કે આધુનિક સુખ સુવિધા અને મહેલો તેમજ કરોડોની કિંમતની મોટરકાર વગર પણ રાજનીતિ થઈ શકે છે. તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ ક્યારે તેમને મોટા મહેલ જેવા મકાનો કે આધુનિક સુખ સુવિધા મેળવવાની ઈચ્છા થઈ નથી. ગાંધીનગરમાં સરકારે આપેલું સદસ્યનિવાર જેમાં વાતાનુકુલીત વ્યવસ્થા છે પણ જ્યારે તેઓ ત્યાં રોકાય છે. ત્યારે તે આ વાતાનુકુલીત રૂમમાં રહેવાનું ટાળે છે. આજના તેમના ઘરમાં ફ્રીજ પર રાખવામાં આવ્યું નથી. તેઓ માને છે કે માટીના માટલામાં ભરેલું પાણી પીવાથી ખૂબ સારી તંદુરસ્તી મળે છે. જેને કારણે તેઓ આજે પણ પોતાના ઘરમાં ફ્રીજ રાખતા નથી. તેના પરિવારના સદસ્યો પણ બાબુભાઈ વાજાની સાથે કદમ મિલાવે છે. તમામ આધુનિક સુખ સુવિધાઓ વગરના ઘરમાં રહેવાનું આજે પણ પસંદ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.