સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. શુક્રવારના રોજ મોડી સાંજ સુધીમાં માલધારી સમાજના ભુવા આતા જૂનાગઢ આવે અને ત્યારબાદ કોઇ અંતિમ નિર્ણય થાય તેવું લાગી રહ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી માલધારી સમાજ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તેવા સમયે આ ઘટના સામે આવતા માલધારી સમાજમાં સરકાર સામે રોષની જ્વાળા ફાટી નીકળી છે.