ETV Bharat / state

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા: કઠુરિયા રોજીનાએ 46 મિનિટમાં સર કર્યો ગઢ - ગિરનાર પર્વત

રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા (girnar climbing competition) આજે યોજવામાં આવી હતી. ભાઈઓ અને બહેનો મળીને 1471 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જેમાં યુવકો માટે 5500 પગથિયાં અને યુવતીઓ માટે 2200 પગથિયાની આ સ્પર્ધા યોજાઈ હતી. કેશોદ તાલુકાના થલ્લી ગામની કાથુરીયા રોજીનાએ 40.31 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો તો જૂનાગઢના લાલા પરમારે 58 મિનિટમાં ગિરનાર સર કર્યો હતો. (girnar climbing competition 2023 result)

રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા

author img

By

Published : Jan 1, 2023, 10:23 PM IST

જૂનાગઢ: છેલ્લા 37 વર્ષથી ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું (girnar climbing competition 2023 result) ભવનાથમાં આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાન ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ મુશ્કેલ કહી શકાય તેવા ગિરનાર પર્વતના અંબાજી મંદિરને આંબવવા માટે દોડ લગાવે છે. (girnar climbing competition)

ભાઈઓ અને બહેનો મળીને 1471 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો

20 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ: દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજવાની પરંપરા ચાલતી આવે છે તે મુજબ આજે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરના ભાઈઓ અને બહેનો મળીને 1471 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહસાથે ભાગ લીધો હતો. વહેલી સવારે છ વાગ્યે આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 20 જીલ્લાઓમાંથી સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોની એમ અલગ અલગ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુવકો માટે 5500 પગથિયાં અને યુવતીઓ માટે 2200 પગથિયાની આ સ્પર્ધા યોજવામાં આવી હતી.

રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા
રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા

આ પણ વાંચો: પ્રવાસીઓના આક્રર્ષણનું કેન્દ્ર બન્યું રાણીની વાવ, 1 વર્ષમાં 1.41 કરોડની આવક

કઠુરિયા રોજીનાએ 46 મિનિટમાં સર કર્યો ગિરનાર: 37મી ગિરનારની આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં ગત વર્ષના વિજેતા લાલા પરમારે આ વખતે પણ 58 મિનિટ અને 04 સેકન્ડમાં 5500 પગથિયા ચડી અને ઉતરીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તો જુનિયર ભાઈઓમાં ડાભી યોગેશ એ 58 મિનિટ અને 4 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. મહિલા વિભાગમાં આ વર્ષે ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગત વર્ષની વિજેતા ભૂત ભૂમિકા સિનિયર બહેનોમાં આ વખતે ચોથા નંબર પર રહી હતી આ વખતે સિનિયર બહેનોમાં વાજા પારુલ 41 મિનિટ અને 36 સેકન્ડના અંતર સાથે માળી પરબ સુધીનું 2200 પગથિયાનું અંતર ચડી અને ઉતરીને સ્પર્ધા પૂર્ણ કરી હતી. તો મહિલા જુનિયરમાં કઠુરિયા રોજીનાએ 46 મિનિટ અને 31 સેકન્ડમાં 2,200 પગથિયા ચળી ઉતરીને સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા રહી હતી.

આ પણ વાંચો: Welcome 2023: આ વર્ષે ગુજરાતને મળશે આ નવી 11 ભેટ

સર્ટિફિકેટને સરકારી માન્યતા આપવા માગ: ગિરનારની આ સ્પર્ધા મુશ્કેલ હોય છે, તેમાં પડી જવાની પૂરેપૂરી સંભાવના રહે છે. સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનારા સ્પર્ધકે માગ કરી હતી કે,આ કઠિન સ્પર્ધામાં જે સર્ટીફિકેટ મળે છે તેને સ્પર્ધાત્મક પરીક્ષાના કોઈ ધોરણે માર્ક્સ ઉમેરવામાં આવે તો મહેનત કરનાર સ્પર્ધકને યોગ્ય પ્રોત્સાહન મળી શકે. કારણ કે ગિરનાર સ્પર્ધામાં એનાયત કરાતા સર્ટિફિકેટ સરકારી નોકરી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગમાં નથી આવતા. જેને સામે સ્પર્ધકો ની માંગ છે કે સરકાર આ સર્ટિફિકેટ માન્ય કરે જેથી આ સ્પર્ધકો આગળ વધી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.