વીજ ધાંધિયાથી રોષે ભરાયેલા મોટી ઘંસારી રામેશ્વર ફિડરના 50 ખેડૂતોએ વિજળીના ધાંધિયાથી ખેડૂતોએ ડે. એન્જીનીયર ચારેલને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ખેડૂતોની રજૂઆત સાંભળવા ડે.એન્જીનીયરે સમય ફાળવયો ન હતો. ચાલુ ગાડીમાં ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને વહેલી તકે નિયમીત વીજ પુરવઠો આપવામાં આવે તેવું આશ્વાસન આપ્યું હતું
કેશોદ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વિજ ધાંધિયાથી ત્રાહિમામ ખેડૂતોએ ગત રાત્રીના કેશોદના 66 કેવી સબ સ્ટેશન અગતરાયે ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો અને બધા ફીડરો બંધ કરાવ્યા હતા. ખેડૂતોએ હોબાળો મચાવતા ડે. એન્જીનીયર ચારેલ સબ સ્ટેશને દોડી આવ્યા હતા. આ બનાવ બાબતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી.અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.
આ બાબતે ડે. એન્જીનીયર સારેલે જણાવ્યું હતું કે 18 ફિડરો ફોલ્ટમાં છે, ત્યારે ચોમાસા પહેલા વીજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યુ હતુ, તે બાબતે અનેક શંકાઓ ઉભી થાય છે, કે સમગ્ર વીજલાઈનનું સમારકામ કર્યુ હોવા છતાં એક સાથે 18 ફીડરો ફોલ્ટ થવા એ PGVCL દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની પોલ ખોલી રહ્યુ છે.