જૂનાગઢ: એક અઠવાડિયા પૂર્વે અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ગિરનારમાંથી ધસમસતા પાણીના પ્રવાહમાં આઠથી દસ મહિનાનું એક ગાયનું વાછરડું પૂરના પાણીમાં ફસાઈ જતા તે સોનરખ નદીના બીજા કાંઠા પર ગીચ ગીરનારના જંગલમાં ફસાયેલું જોવા મળતું હતું. પાછલા કેટલાક દિવસોથી ગાયનું વાછરડું મદદ માટે પોકાર પાડી રહ્યો હતો. ત્યારે અચાનક ગઈકાલે બ્રહ્માનંદ ધામના મહંતને ગાયના વાછરડાનો અવાજ સાંભળવા મળતા તેમણે ભવનાથના સ્થાનિક કોર્પોરેટરને સમગ્ર મામલાની જાણ કરી હતી. ત્યારબાદ જૂનાગઢ મનપાની ફાયર વિભાગના જવાનો તાબડતોબ સોનરખ નદીને પેલે પાર ગિરનારના ગીચ જંગલમાં ફસાયેલા ગાયના વાછરડાને બચાવવાનું શરૂ કર્યું. અડધી કલાકની જહેમત બાદ 8 થી 10 મહિનાના ગાયના વાછરડાને બચાવવામાં ફાયર વિભાગના જવાનોને સફળતા મળી હતી.
"સ્થાનિક કોર્પોરેટરે ફાયર વિભાગ નો સંપર્ક કરતા ટીમ ગાયના વાછરડાને રેસ્કક્યુ રવા માટે જંગલ વિસ્તારમાં પહોંચી ગઈ હતી 15 થી 20 મિનિટની આસપાસના સમયમાં ગાયના નાના વાછરડાને જંગલ અને નદી માંથી સફળતાપૂર્વક બહાર કાઢીને તેને ભવનાથ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યું છે આ વાછરડું રામધણનું હોવાનું જાણવા મળ્યું છે જે ભવનાથ વિસ્તારમાં ફરતી ગાયો સાથે ક્યાંક વિખુટું પડી ગયું હશે જેને કારણે તે જંગલ વિસ્તારમાં ભૂલુ પડ્યું હશે"--કમલેશ પુરોહિત (જૂનાગઢ ફાયર શાખામાં ફાયરમેન)
ભૂખેથી મોત થવાની શક્યતા: આ વિસ્તારમાં સિંહ અને દીપડાનો વસવાટ જે જગ્યા પરથી ગાયના વાછરડાને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તે જગ્યા પર સતત સિંહ અને દીપડાનો વસવાટ જોવા મળે છે. તેમ છતાં પાછલા ચાર-પાંચ દિવસથી અહીં ફસાયેલું આ નાનું ગાયનું વાછરડું સિંહ કે દીપડાની નજરે ન ચડ્યું જેને કારણે તેને જંગલમાં જીવતદાન મળી ગયું. પરંતુ આ વિસ્તારમાં વાછરડું ફસાયેલું રહે તો તેને ભૂખેથી મોત થવાની શક્યતા પણ ખૂબ વધી ગઈ હતી. આવા સમયે જૂનાગઢ મનપાની ફાયર વિભાગ ના ટીમ ગાયના વાછરડા માટે આશીર્વાદરૂપ બની અને આજે ચાર દિવસ બાદ તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને એ ભવનાથ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું હતું.