ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ શ્રાવણના પ્રથમ દિવસે શિવાલયોમાં ભક્તોની પાંખી હાજરી, ભવનાથમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા - A small presence

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભવનાથ મહાદેવ મંદિરમાં સામાજિક તંત્રની સાથે તમામ પ્રકારની તકેદારીઓના પૂરતા પાલન કરવાની શરતે ભાવિકો માટે આજે મંગળવારથી ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે આગામી શ્રાવણ માસ દરમિયાન પણ જોવા મળશે. દર્શનાર્થીઓ કોરોનાથી મુક્ત રહે તે માટે ભવનાથ મહાદેવને ભાવિકો દ્વારા પણ પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે કોરોના વાઈરસના ની વચ્ચે શિવાલયોમાં ભક્તોની જોવા મળી પાંખી હાજરી

author img

By

Published : Jul 21, 2020, 1:28 PM IST

જૂનાગઢ: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે, પરંતુ કોરોના વાઇરસને કારણે સરકાર દ્વારા તકેદારીના પાલન માટે જે સૂચનાઓ આપવામાં આવી રહી છે, તે મુજબ મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે માસ્કની સાથે સેનીટાઇઝર અને સામાજિક અંતરને ફરજિયાત બનાવીને દર્શનનો લાભ લેવા માટે તમામ ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે આગામી શ્રાવણ માસ દરમિયાન અમલમાં જોવા મળશે.

ભક્તોને ચેક કરી મંદિરમાં પ્રવેશ
ભક્તોને ચેક કરી મંદિરમાં પ્રવેશ

ગત વર્ષે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન ભવનાથ મહાદેવના સાનિઘ્યે માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડયું હતું, પરંતુ આ વર્ષે કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારણે મંદિર પરીસરમાં ભક્તોના પ્રવેશને મર્યાદિત બનાવવામાં આવી રહ્યો છે. ભગવાન ભાવનાથ મહાદેવ મંદિર પરિસર સવારના સાત કલાકથી સાંજના સાત કલાક સુધી ભક્તોના દર્શનાર્થે ખુલ્લુ રાખવામાં આવશે, પરંતુ સવારના 11થી 12 એક કલાક દરમિયાન મંદિર પરિસર તમામ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.