- આમિર ખાન પરિવાર સાથે વેકેશનમાં સૌરાષ્ટ્ર પહોંચ્યા
- બોલિવૂડ અભિનેતા આમિર ખાન ગીરના મહેમાન બન્યા
- ખાનગી વિમાન મારફતે પોરબંદર આવ્યા બાદ સાસણ ગીર જવા રવાના
- પરિવાર સાથે સાસણ ગીરમાં વેકેશન માણે તેવી શક્યતાઓ
જૂનાગઢઃ બોલિવૂડ સ્ટાર આમિર ખાન પોતાના પરિવાર સાથે વેકેશન માણવા માંટે સાસણગીર પહોંચે તેવી શક્યતાઓ છે. શનિવારના રોજ ખાનગી વિમાન મારફતે પોરબંદર પહોંચ્યા બાદ બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને તેના પરિવારના સભ્યો રોડ માર્ગે સાસણ જવા રવાના થયા હતા. આમિર ખાનની સૌરાષ્ટ્ર મુલાકાત અંગે કોઈપણ પ્રકારના મીડિયા અહેવાલો મળ્યા નથી. અભિનેતા અચાનક બપોરે પોરબંદર હવાઈ મથકે પહોંચ્યા હતા. અહીં તેણે થોડો સમય ગાળ્યો હતો અને ત્યારબાદ તેઓ વાહન મારફતે સાસણ ગીર જવા માટે રવાના થયા હતા. અહીં સાસણ નજીક આવેલી એક હોટેલમાં બોલિવૂડ અભિનેતા રોકાણ કરે તેવી શક્યતાઓ પણ છે.
આમિર ખાન સાસણમાં સિંહ દર્શન કરે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી
બોલિવૂડ અભિનેતા આમિર ખાન સાસણના મહેમાન બન્યા છે, પરંતુ તેઓના સિંહ દર્શનને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની આધિકારિક માહિતી પ્રાપ્ત થઈ નથી. વેકેશનના સમયમાં પરિવાર સાથે સમય વિતાવવા માટે બોલિવૂડ અભિનેતા સાસણ તરફ આવ્યા છે. અહીં તેવો કેટલાક દિવસનો રોકાણ કરે તેવી શક્યતાઓ છે. પરંતુ અહીં આવતી મોટાભાગની હસ્તીઓ સિંહ દર્શન કરે છે, એવી હકીકત પણ બહાર આવી છે. પરંતુ આમિર ખાન તેમના સાસણ પ્રવાસ દરમિયાન સિંહ દર્શન કરશે કે કેમ તેને લઈને પણ શંકાઓ પ્રવર્તી રહી છે.
આમિર ખાનની ગીર અને સૌરાષ્ટ્રની મુલાકાત તેમના આગામી કોઈ ફિલ્મના પૂર્વ અભ્યાસ માટે પણ હોઈ શકે
આમિર ખાનએ પોતાના કોઈપણ ચલચિત્રના નિર્માણ પહેલા વાસ્તવિક સ્થળોની મુલાકાત લઈને ચલચિત્રને વાસ્તવિકતાનો રૂપ આપી શકાય તે માટે તેને લઈને સતત ચિંતિત જોવા મળતા હોય છે, એવા ઘણા ચલચિત્રો છે કે જેમાં આમિર ખાને અભિનય કરતા પહેલા જે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી હોય અથવા તો તે સ્થળ વિશેની સંપૂર્ણ અને પાકી માહિતી મેળવ્યા બાદ તે ચલચિત્રમાં કામ કરવા માટે પોતાની તૈયારીઓ દર્શાવતા હોય છે. ત્યારે હવે આમિર ખાન પોતાના પૂરા પરિવાર સાથે સાસણ જંગલમાં વેકેશન મનાવવા પહોંચી ગયા છે અને બની શકે કે આગામી દિવસોમાં અમીર ખાન કોઈપણ ચલચિત્રમાં સાસણ અને સૌરાષ્ટ્રને કોઈ પ્રાધાન્ય મળે તેવી શક્યતાઓને પણ નકારી શકીએ તેમ નથી.