જૂનાગઢઃ ભવનાથની ગિરિ તળેટી શાક્ષી બની રહી છે. શિવરાત્રિનો મેળો ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂપે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે, ત્યારે ભવનાથ સ્થિત ગુરૂ ગોરખનાથ આશ્રમમાં સાધુ-સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભવનાથ પરિક્ષેત્રમાં શિવરાત્રી મેળા માટે આવેલા સાધુ સંતોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
![ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમની વચ્ચે યોજાયો ભવનાથમાં ભંડારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6126624_junagadh.jpg)
જેના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ગિરનાર પરિક્ષેત્રના ગુરૂ ગોરખનાથ આશ્રમમાં કરવામાં આવે છે. અહીં ભજનોની રમઝટની વચ્ચે દેશમાંથી પધારેલા સાધુઓને ભાવભેર ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે અને ત્યાર બાદ આશ્રમના મહંત શેરનાથ બાપુ દ્વારા ભંડારામાં ઉપસ્થિત સૌ સાધુઓને ભેટ પુજા આપીને શિવરાત્રીની શુભકામનાઓ આપવામાં આવી હતી.
Conclusion: