જુનાગઢ : પાંચ દિવસના મહાશિવરાત્રી મેળાનું આજથી શરૂઆત થઈ ચૂકી છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજા રોહણ (Flag Hoisting at Bhavnath Temple) કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આગામી પાંચ દિવસ સુધી ભવનાથની ગિરિ તળેટી શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ અને ભાવિકોની હાજરીથી પાવન બનતી જોવા મળશે.
આ પણ વાંચોઃ New Mahant of Datareshwar Ashram: નર્મદાપૂરીજી માતાજી બન્યાં નવા મહંત, સાધુસંતોની ઉપસ્થિતિમાં થઈ ચાદર વિધિ
હરિગીરી મહારાજની હાજરીમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
આજે મેળાની શુભ શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરી ગીરી મહારાજ અને ભવનાથના સાધુ સંતોની હાજરીમાં મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે જૂનાગઢ મનપાના અધિકારીઓ પદાધિકારીઓ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ મેળામાં (Started of Mahashivratri Fair in Junagadh) હાજરી આપીને પાવનકારી ધજા પૂજનમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી
ધર્મ ધજાનું પૂજન કરીને શિવરાત્રિના મેળાને મુકાયો ખુલ્લો
આદિ-અનાદિ કાળથી ચાલતી આવતી પાવનકારી પરંપરાઓ મુજબ નોમના દિવસે ભવનાથ મહાદેવની ધર્મ ધજાનો ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ હાથ ધરવામાં આવે છે. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ ધર્મ ધજાને ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ફરકાવવામાં આવે છે. ત્યારથી મહાશિવરાત્રીના પાંચ દિવસના આ મહાપર્વની (Mahashivratri Melo 2022) શુભ શરૂઆત થતી હોય છે. ત્યારે આજે વહેલી સવારે ધર્મ ધજાનું ભવનાથ મંદિરના સાધુ-સંતો અને સન્યાસીઓની હાજરીમાં પૂજન કરીને વિધિવત્ રીતે ભવનાથ મહાદેવ પર ધ્વજા રોહણ કર્યા બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.